ગાંધીનગર-

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા વિસ્તરણમાં ગુજરાતના રાજ્યસભા, લોકસભા સાંસદોની થયેલી નવનિયુક્તિ માટે હૃદયપૂર્વકના અભિનંદન પાઠવ્યા છે.

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળના આ વિસ્તરણમાં ગુજરાતના ત્રણ સાંસદોને મંત્રીપદ આપ્યું છે. તે માટે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું છે કે મંત્રી પરિષદમાં ગુજરાતના ત્રણ-ત્રણ સાંસદોને સ્થાન મળતા સમગ્ર ગુજરાતમાં આનંદની લાગણી છવાઈ છે. મુખ્ય મંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે પદોન્નતિ પામેલા મનસુખભાઈ માંડવિયા અને પુરષોત્તમભાઇ રૂપાલાને આ નવા પદભારની શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ હાલના કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના મંત્રીમાંથી કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે સ્થાન પામેલા મનસુખભાઈ માંડવિયા અને પરસોત્તમભાઈ રૂપાલાને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કેન્દ્રીય મંત્રીમંડળના થયેલા આ વિસ્તરણમાં ગુજરાતના લોકસભાના ત્રણ સાંસદશ્રીઓ દર્શનાબેન જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા) અને ડો.મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)નો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ થવા અંગે પણ અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત મંત્રીઓને ગુજરાતના સર્વગ્રાહી વિકાસમાં પોતાનું યોગદાન અને રાજ્ય સરકારનું માર્ગદર્શન પણ કરતા રહેશે તેવી અપેક્ષા વ્યકત કરી છે.