વડોદરા,તા.૨

કોરોનાને કારણે બંધ શાળાઓ ફરી આજથી વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠી છે.રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરની રાહ જાેયા વિના શિક્ષણકાર્ય ધબકતું થાય તે માટે આજથી પ્રાથમિક શાળા એટલે કે ધોરણ ૬ થી ૮ ની સ્કૂલો શરુ કરવાની સૂચના આપતા શાળામાં જવા આતુરતાથી રાહ જાેઇ રહેલા વિદ્યાર્થીઓએ શાળામાં અનેરા ઉત્સાહ અને હોશે હોશે જતા જાેવા મળ્યા હતા.

કોરોનાની બીજી લહેર શાંત થતા રાજ્ય સરકારે સૌ પ્રથમ ઉચ્ચતર માધ્યમિક અને ત્યારબાદ માધ્યમિક શાળાઓ શરુ કરી હતી.હવે રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરની રાહ જાેયા વિના જ આજથી ધોરણ ૬ થી ૮ ની સ્કૂલો શરુ કરવાની જાહેરાત કરતા છેલ્લા પોણા બે વર્ષથી શાળામાં જવા થનગનતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જાેવા મળી હતી.ઓનલાઇન શિક્ષણથી કંટાળી ગયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હવે શાળા શરુ થાય તેની રાહ જાેતા હતા.અને રાજ્ય સરકારે જાહેરતા કરતા આજથી સૂમસામ ભાંસતી શાળાઓ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠતા શાળા સંચાલકો પણ આનંદની લાગણી અનુભવતા હતા.સવારે વિદ્યાર્થીઓ શાળાના ગણવેશ સાથે શાળામાં ઉત્સાહભેર જતા જાેવા મળ્યા હતા.વિદ્યાર્થીઓ પણ શાળા શરુ થવાની ખુશી વ્યકત કરી રહ્યા હતા.આજે પ્રથમ દિવસે ઘણી શાળામાં વિદ્યાર્થીઓની હાજરી વધુ તો કેટલીક શાળામાં હાજરી પાંખી જાેવા મળતી હતી.મળતી માહિતી મુજબ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ૧૨૦ જેટલી શાળામાં ૫૦ ટકા વાલીઓ તેમજ ૪૭૦ જેટલી ખાનગી અને ગ્રાન્ટેડ શાળાના ૮૦ હજાર બાળકો પૈકી ૨૮ હજારથી વધુ વિદ્યાર્થીઓને ઓફલાઇન શિક્ષણ માટે સંમતિ આપી છે.આજથી શાળા ફરી ધમધમથી થતા શાળા સંચાલકો દ્વારા કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરવા વર્ગો સેનિટાઇઝ કરવા સાથે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થામાં પણ સોશ્યલ ડિસટન્સ જળવાય તેનું વિશેષ ધ્યાન આપ્યું છે.સવારની પાળીના વિદ્યાર્થીઓ છૂટયા પછી બપોરની પાળીમાં આવતા વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખીને વર્ગો ફરી સેનિટાઇઝ કર્યા છે.આ સાથે ૫૦ ટકા ક્ષમતા સાથે બેઠક વ્યવસ્થા ગોઠવી છે.અને દરેક વિદ્યાર્થીને રોજ શાળામાં નહી બોલાવીને અઠવાડીયામાં એક દિવસ જ બોલાવાવનો શાળા સંચાલકો દ્વારા આગ્રહ રાખવામાં આવ્યો છે.જાે કે હજી ઘણાં વાલીઓ સંભવિત ત્રીજી લહેરને લઇને ડર અનુભવી રહ્યા છે.અને બાળકોની સલામતીને ધ્યાને રાખીને બાળકોને શાળામાં મોકલવા માનસિક રીતે તૈયાર નથી.તો બીજી તરફ જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરતો કેતન કે જેનો અકસ્માત થયો હતો.અને તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ.જે ઓનલાઇન શિક્ષણથી અસંતુષ્ટ હોવાથી આજે પહેલા દિવસે શાળામાં ધોડીને મારફતે શાળામાં ગયો હતો.અને નેટવર્ક પ્રોબ્લેમને કારણે જે શિક્ષણ પુરતુ મળતુ ન હતુ. જે હવે ઓફલાઇન થકી મેળવી શકશે તેનો આનંદ અનુભવતો હતો.આ વિદ્યાર્થીએ અન્ય બાળકોને પણ શાળામાં કોરોનાનો ડર છોડીને શિક્ષણ માટે આવે તેવો સંદેશો આપ્યો હતો