વડોદરા

એસઓજી પીઆઈ તરીકેનો ચાર્જ સંભાળતાં જ શહેરમાં માદકદ્રવ્યો વેચાણ કરતા ઈસમને ૧ કિલો ૮૭૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં ખૂલ્લેઆમ માદકદ્રવ્યોનું વેચાણ થતું હોવાની ફરિયાદ લાંબા સમયથી ઊઠી હતી. પરિણામે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાના આધારે એસઓજીના નવા નીમાયેલા પીઆઈ નીલેશ બ્રહ્મભટ્ટે કાર્યવાહી હાથ ધરી હતી.

આજવા રોડ લકુલેશનગર ખાતે ગાંજાનું વેચાણ થઈ રહ્યું છે જેના આધારે એસઓજીની ટીમે દરોડો પાડયો હતો. લકુલેશનગર-૧ આજવા રોડ બંગલા નં.બી/૨૮માં રહેતો ઉમેશ પંજાબીને ત્યાં પોલીસે દરોડો પાડતાં ગાંજાે ૧ કિલો ૮૭૦ ગ્રામ, રોકડ રકમ, બે મોબાઈલ મળી કુલ ૨૪,૩૦૦નો મુદ્‌ામાલ સાથે પોલીસે ઉમેશ પંજાબીને ઝડપી પાડયો હતો અને સલીમ સૈયદ નામના ઈસમને ફરાર જાહેર કર્યો હતો.