જિલ્લા કલકેટર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં આશા વર્કર બહેનો અને આંગણવાડી બહેનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.તેમના ઘણા સમયથી ચાલી રહેલા પડતર પ્રશ્નો ને લઈને વિરોધ કર્યો હતો.આશા વર્કર બહેનો નું કહેવું છે કે તેઓ કોરોના મહામારી ના સમયમાં જીવના જાેખમે કામ કર્યું છે છતાં પણ સરકાર અમારા પ્રશ્નોને સાંભળતી નથી. અમે મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી ને રજુઆત કરી તો પણ તેમની માંગણી ઓ પૂરી થઈ નથી. જાે અમારી ૧૦ માંગણીઓ પુરી નહીં થાય તો અમે આંદોલનનો માર્ગ અપનાવીશું