ભરૂચ, ભરૂચ શહેરમાં કતોપોરથી ફુરજા સુધીના વિસ્તારમાં ૩ કરોડ રૂપિયાના ખર્ચથી બની રહેલાં રસ્તાની ધીમી કામગીરી અંગે વિપક્ષ કોંગ્રેસના સભ્યોએ મુખ્ય અધિકારીને રજુઆત કરી છે.ભરૂચ શહેરના કતોપોર બજારથી ફુરજા સુધીનો રસ્તો બિસ્માર હોવાના કારણે હજારો લોકો ભારે હાલાકી વેઠી રહયાં છે. ખાસ કરીને ચોમાસામાં આખા ભરૂચ શહેરનું પાણી આ વિસ્તારમાંથી પસાર થઇ નર્મદા નદીમાં ભળતું હોય છે. આ ઉપરાંત અહીં ગટરો પણ ખુલ્લી હોવાથી લોકો તથા વાહનો ગટરોમાં ખાબકવાના બનાવો બનતાં રહે છે. આ સમસ્યાઓના નિવારણ માટે વારંવારની રજુઆત બાદ પાલિકા સત્તાધીશોએ કતોપોરથી ફુરજા સુધી રસ્તા તથા ગટર લાઇનના કામ માટે ૩ કરોડ રૂપિયા મંજુર કર્યા છે. હાલ રસ્તો અને ગટર બનાવવામાં આવી રહયાં છે પણ ધીમી ગતિએ ચાલતી કામગીરીથી લોકો હાલાકી ભોગવી રહયાં છે. રસ્તાની કામગીરી ઝડપી બનાવવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના નેતા સમસાદ અલી સૈયદની અગાવાનીમાં કોર્પોરેટર યુસુફ મલેક,સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા સહિતના પાલીકા વિપક્ષના સભ્યોએ ચીફ ઓફિસરસંજય સોનીને રજુઆત કરી હતી અને રસ્તાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની માંગ ઉચ્ચારી હતી. જાે દોઢ વર્ષ સુધીના સમયગાળા દરમિયાન પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોય તો આગામી ચોમાસાની ઋતુમાં રસ્તાની હાલત જૈ સે થે જેવી થઇ જાય છે, ત્યારે કરોડોની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ માર્ગનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી જણાય છે. વધુમાં વિપક્ષના સભ્યોએ આક્ષેપો કર્યા હતા