વડોદરા, તા.૦૨

શહેરનાં દંતેશ્વર વિસ્તારમાં જેલોના અધિક પોલીસ મહાનિર્દેશક ડૉ. કે.એલ.એન રાવ એ ઓપન જેલ અને ગૌશાળાનો વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ જેલને ૧૧ કરોડના ખર્ચે, આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે. ઓપન જેલમાં ગૌ શાળા, યોગ અને ધ્યાન કેન્દ્રો, ખેતી માટેની જમીન અને પેટ્રોલ પંપ જેવી સુવિધાઓ રાખવામાં આવી છે.

 આપણે પરાપૂર્વ થી ,ભગવાન શ્રીકૃષ્ણ અને ઋષિ મુનિઓ ના સંસ્કારો થી ગૌ - પાલક રહ્યાં છે. આપણા આ સામાજિક સંસ્કાર વારસાને પુનર્સ્થાપિત કરવા ગૌસેવા આયોગની સ્થાપના કરવામાં આવી છે.વડોદરા સેન્ટ્રલ જેલ દ્વારા દંતેશ્વર ખાતે ઓપન જેલ પરિસરમાં ૩.૫૬ એકરમાં સ્થાપિત નવીન શ્રીકૃષ્ણ ગૌ શાળા રાજ્ય સરકારના ગૌ સેવાને ઉત્તેજન ના અને ગાય આધારિત સેન્દ્રીય ખેતીને પ્રોત્સાહન આપશે.

આ ગૌ શાળામાં ગાયો રાખવા માટેના ૬ કોડિયા ઘર એટલે કે કાઉ શેડ છે જેની ૧૨૦ ગાયો રાખવાની ક્ષમતા સામે હાલમાં ૭૦ ગાય ઉપલબ્ધ છે.ગૌ માતા માટે ઘાસ નો સંગ્રહ કરવા ૯ ગોદામ બનાવવામાં આવ્યાં છે.આ ગૌ શાળા ગૌ ઉછેર ને કેદી કલ્યાણ સાથે જાેડવાના અભિગમના નવીન મોડેલ સમાન છે. કેદીઓને તેમની કુશળતા પ્રમાણે આંશિક રોજગારી મળે અને તેમની કામ કરવાની કુશળતા વધે એવા હેતુસર વડોદરા મધ્યસ્થ જેલમાં ૮ જેટલા વિભાગોમાં વિવિધ ઉદ્યમો નું સંચાલન કરવામાં આવે છે.આમ,આ જેલમાં જાણે કે ધમધમતું કારખાનું ચાલી રહ્યું છે.જેલ ઉદ્યોગના વણાટ કામ,સુથારી કામ,ધોબી કામ,દરજી કામ,રસાયણ વિભાગ,બેકરી અને છાપખાનું સન ૨૦૧૯ - ૨૦ ના વર્ષમાં ૨૩૧ જેલ કેદીઓ માટે આવક અને રોજગારીનો સ્ત્રોત બન્યા હતા.વર્ષ દરમિયાન આ ઉદ્યોગોમાં કેદીઓની મદદ થી રૂ.૪.૨૭ કરોડ થી વધુ રકમ ના માલ સામાન નું ઉત્પાદન થયું હતું અને અંતેવાસીઓ ને શ્રમના વળતર રૂપે રૂ.૭૩.૯૪ લાખથી વધુ રકમની ચુકવણી કરવામાં આવી હતી. વડોદરા સેન્ટ્રલ જેલ માલિકીની ખુલ્લી જમીનમાં કેદીઓની મદદ થી હરિયાળી જેલ વાડી બનાવવામાં આવી છે.તાજેતરમાં જ અહી પેદા થતાં ખેત કચરામાં થી સેન્દ્રીય ખાતર બનાવવાનો ઉદ્યમ શરૂ કરવામાં આવ્યો છે.તેના થી કેદીઓને શુદ્ધ અને સાત્વિક ખેતીનું પ્રશિક્ષણ મળશે.અહી જળ બચાવતી ખેતીને વેગ આપવા ટપક સિંચાઇ ની વ્યવસ્થા તાજેતરમાં કરવામાં આવી છે.