વડોદરામાં કોરોનાની મહામારીએ સમગ્ર માનવસમાજના તેવર અને તાસીર બદલી નાખી છે. ગઈકાલ સુધી જેઓ સાજા-નરવા હોવાનું સાંભળ્યું હોય એવા સ્વજન કે મિત્રો કે સગાંસંબંધીનું અકાળે અવસાન થયાના દુઃખદ સમાચારો ગણતરીના કલાકોમાં જ મળે તો કેવો આઘાત લાગે! કોરોનાએ સર્જેલા આવા જ અનેક દૃશ્યો પૈકીના કેટલાક (૧) એક અજાણી મહિલાનો મૃતદેહ કલાકો સુધી એસ.એસ.જી હોસ્પિટલની લૉબીમાં પડી રહ્યો. (ર) લોહીના સંબંધ ચિતાની આગમાં બળીને ખાખ થયા બાદ મૃતકના અસ્થિ અને રાખ પણ બિનવારસી તરીકે કચરાપેટીના હવાલે થાય છે. (૩) કોરોનાની સારવાર લઈ રહેલા કોઈ ગરીબ ગ્રામીણના સગાંસંબંધીઓ એ જ હોસ્પિટલના પ્રાંગણમાં રાતભર સૂઈ રહે. (૪) ગાઈડલાઈન પ્રમાણે સ્વજનના મૃતદેહને અગ્નિદાહ અપાયા બાદ નજીકના કહેવાય એવા બે-ચાર જણા લાચારીથી જાેયા કરતા બેઠા રહે.