ભાવનગર-

મહાનગરપાલિકામાં દબાણ મામલે વ્હાલા દવલાની નીતિનો આક્ષેપ કરીને કોંગ્રેસ પ્રમુખ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. બાદમાં પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે કે, ગરીબોના ઘર દબાણમાં હટાવતી મહાનગરપાલિકા કેમ મોટા માથાઓના દબાણ હટાવતી નથી. ભાવનગર મહાનગરપાલિકાના શાસનના પાંચ વર્ષ 13 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ ગયા છે. ત્યારે નગરસેવકો હવે પદ પર રહ્યા નથી, ત્યારે ચૂંટણી જાહેર થઈ નથી. તેવામાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ શું અધિકારીઓથી શક્ય નથી એવું નથી પણ નગરસેવક અને અધિકારી વચ્ચેના શાસન દરમ્યાનના સમન્વયનો લાભ અને આગામી ચૂંટણીમાં પક્ષની ભૂમિકા પ્રજા તરફી હોવાનો અહેસાસ કરાવવા લોક પ્રશ્ન હવે નગરસેવકો પૂર્વ અને મેયર વગેરે ભાજપ કાર્યાલય પર લોકોના પ્રશ્નો સાંભળીને પ્રજાના પ્રશ્ન હલ કરવાની કોશિશ હાથ ધરશે. તેથી દરેક ગત વર્ષની નગરસેવકની ટીમ ભાજપ કાર્યાલય પર સવાર અને સાંજ બેસશે. ભાવનગર મહાનગરપાલિકામાં દબાણ મામલે વાહલા દવલાની નીતિનો આક્ષેપ કરીને કોંગ્રેસ પ્રમુખ આમરણાંત ઉપવાસ પર બેસી ગયા હતા. બાદમાં પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસે ગંભીર આક્ષેપ કર્યા છે કે, ગરીબોના ઘર દબાણમાં હટાવતી મહાનગરપાલિકા કેમ મોટા માથાઓના દબાણ હટાવતી નથી.