વડોદરા, તા.૨૩

નવરચનાના યુનિ.ના સંચાલક તેજલબેન અમીને જણાવ્યું હતું કે, રસાયણશાસ્ત્ર વિભાગ, સ્કૂલ ઓફ સાયન્સના નેજા હેઠળ નવરચના યુનિ. વચ્ર્યુઅલ મોડમાં ર૪-ર૭ ફેબ્રુઆરી દરમિયાન ઓર્ગેનિક, મેડિસિનલ અને ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી વિષય પર આં.રા. પરિષદનું આયોજન કરાયું છે. ૩૦થી વધુ રાષ્ટ્રીય અને આં.રા. નિષ્ણાતો હાજરી આપશે. પ૩ પેપર્સ ડિબેટ તેમજ ચર્ચા કરવા સાથે વિચારોનું આદાનપ્રદાન કરવા અને ઓર્ગેનિક, ઔષધીય અને ફાર્માસ્યુટિકલ કેમિસ્ટ્રી ક્ષેત્રમાં વૈશ્વિક પડકારોના સંભવિત ઉકેલો સૂચવવા રજૂ કરવામાં આવશે. એમ.એસ. યુનિ.ના એલ્યુમિનાઈ પ્રો.ડો. એમ.એસ.પટેલ હાલમાં ધ સ્ટેટ યુનિ. ઓફ ન્યૂયોર્ક બફેલો ખાતે બાયોકેમિસ્ટ્રીના પ્રતિષ્ઠિત પ્રોફેસર છે. તેઓ ડાયાબિટીસ, કેન્સર અને સ્થૂળતા જેવા રોગોને રોકવા માટે શરીરમાં ચોક્કસ ઉત્સેચકોને કેવી રીતે અટકાવી શકાય એના પર વ્યાખ્યાન આપશે. મુખ્ય અતિથિ ડો. ડી.એસ.રેડ્ડી, ડાયરેકટર સીએસઆઈઆર ઈન્ડિયન ઈન્સ્ટિ. ઓફ ઈન્ટિગ્રેટિવ મેડિસિન જમ્મુ જેઓ કુદરતી ઉત્પાદનોના સંશ્લેષણ, ઔષધીય રસાયણશાસ્ત્ર અને દવાની શોધનો સમૃદ્ધ અનુભવ છે. પ્રો. ફિલિપ બાર્થેલેમી, ડિરેકટર એઆરએનએ લેબ, ફ્રાન્સ, ડો. ગ્રેગરી ડયુરાન્ડ, ઈન્સ્ટિ. ઓફ બાયોમોલેકયુલ્સ, ડો. ફ્રેન્ક ફોસ, યુનિ. ઓફ ટેકસાસ, આર્લિંગ્ટન, પ્રો. વેણુ રમન, જાેન્સ હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન, ડો. ટી. રાજામન્નાર, સનફાર્માસ્યુટિકલ, ડો. સી.એન.રામચંદ, સાકસીન, લાઈફસાયન્સ, ડો. શ્રીનિવાસ હોથા, પ્રો.ડો. તેજ સિંહ નવી દિલ્હી ઉપસ્થિત રહેશે. નવરચના યુનિ. દર વરસે ઓછામાં ઓછી એક મોટી આં.રાં. કોન્ફરન્સનું આયોજન કરે છે જે તાત્કાલિક મહત્ત્વની અને વર્તમાન જરૂરિયાતોને પ્રતિસાદ આપતી થીમ્સ પસંદ કરે છે.