દિલ્હી-

રાહુલ ગાંધીએ પેગાસસ મુદ્દા પર સંસદમાં પ્રેસ કોન્ફરન્સ કરી છે. તેમનું કહેવું છે કે પેગાસસનો ઉપયોગ ભારત સાથે દેશદ્રોહ છે. હિંદુસ્તાનના સમગ્ર વિપક્ષ અહીં ઊભું છે. તમામ પારથીના નતાઓ છે. અને અમારે અહીં આજે કેમ આવવું પડ્યું. કારણ કે અમારા અવાજને સંસદમાં દબાવવામાં આવી રહ્યો છે. અમારો માત્ર એક સવાલ છે. શું ભારતની સરકારે પેગાસસને ખરીદ્યું? હાં અથવા ના. શું હિંદુસ્તાનની સરકારે પોતાના લોકો પર પેગાસસ હથિયારનો ઉપયોગ કર્યો. હાં અથવા ના? અમે માત્ર એ જ જાણવા માંગીએ છીએ. સરકારે કહ્યું છે કે સંસદમાં પેગાસસ પર કોઈ વાત નહીં થાય. કોંગ્રેસ નેતાએ કહ્યું કે અમે સંસદમાં માત્ર આ મુદ્દે વાત કરવા માંગીએ છીએ. જાે અમે એવું કહી દઇશું કે પેગાસસ પર વાત નહીં કરીએ તો આ મુદ્દો અહીં જ સમાપ્ત થઈ જશે. આ અમારા મારે રાષ્ટ્રવાદનો મુદ્દો છે. આ એન્ટિ નેશનલ કામ છે. નરેન્દ્ર મોદીજી અને અમિત શાજી એ દેશના આત્માને ઇજા પહોંચાડી છે અમે માત્ર એટલું જ જાણવા માંગીએ છીએ કે શું સરકારે પેગાસસનો ઉપયોગ કર્યો અને કર્યો તો કોની કોની પર કર્યો.

પેગાસસ જાસૂસી, મોંઘવારીએ અને કૃષિ કાયદા મુદ્દે સંસદમાં હોબાળો યથાવત્‌ રહ્યો છે. બુધવારે પણ રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ વિપક્ષે હોબાળો કર્યો હતો, જેને કારણે કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હારી. ૧૨ વાગ્યે સંસદની કાર્યવાહી ફરીથી શરૂ થઈ, પણ હોબાળો ચાલુ જ રહ્યો. આ તરફ લોકસભામાં પણ વિપક્ષ સાંસદોએ પેપર ફેંક્યા હતા અને ખેલા હોબેના નારા લગાવ્યા હતા. આ કારણે ગૃહની કાર્યવાહી પહેલા ૧૨ઃ૩૦ વાગ્યા સુધી અને પછી બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ દરમિયાન સમાન વિચારસરણીવાળી ૧૪ પાર્ટીએ એક મહત્ત્વની બેઠક કરી હતી અને સરકારને ઘેરવાની યોજના બનાવી હતી. આ બેઠક બાદ કોંગ્રેસનેતા અને વાયનાડના સંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પેગાસસ જાસૂસી કેસ, મોંઘવારી અને ખેડૂતોના મુદ્દા પર અમે કોઈ સમજૂતી કરીશું નહીં. અમે સંસદમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવા માગીએ છીએ.