વડોદરા : પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા સતત ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન રવાના કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક ટ્રેન હજીરાથી દિલ્હી રવાના કરવામાં આવી હતી. જેમાં અનુક્રમે દ૩૩.૨૫ ટન લિકવીડ ઓક્સીજન મોેંકલવામાં આવ્યો હતો.

હાલમાં ચાલી રહેલી કોરોનાની બીજી લહેરના કારણે દેશભરમાં ઓક્સિજનની અછત જાેવા મળી રહીછે. ત્યારે પશ્ચિમ રેલ્વે દ્વારા વિવિધ રાજ્યમાં ઓક્સિજનનો જથ્થો ટ્રેનના માધ્યમથી પહોંચાડવામાં આવી રહ્યો છે. ત્યારે પશ્ચિમ રેલ્વે વડોદરા ડિવિઝન દ્વારા સતત છઠ્ઠી ટ્રેન કેઆરઆઈએલ, પ્રાઈવેટ ફ્રેટ ટર્મિનલ હજીરાથી દિલ્હી ખાતે મોકલવામાં આવીહતી. ત્યારે ગઈકાલે વડોદરા ડિવીઝનથી બે ટેન્કરોમાં ૩૩.૨૫ ટન લિક્વિડ મેડીકલ ઓક્સિજન દિલ્હી ખાતે મોકલવામાં આવ્યો હતો. તે સિવાય વડોદરા ડિવિઝનથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનોમાં અત્યાર સુધી ૧૨ ટેન્કરો દ્વારા ૧૮૦.૪૬ ટન લિક્વીડ મેડીકલ ઓક્સિજન મોકલવામાં આવ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર વિવિધ રાજ્યોની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત દૂર કરવા માટે ટ્રેન મારફતે ઓક્સિજનનો જથ્થો મોકલી રહી છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત હોવાને કારણે કોરોનાના દર્દીઓ માટે જીવનમરણનો પ્રશ્ન ઉઠ્યો છે. રેલવે અછત દૂર કરવા માટે એક્સપ્રેસ ટ્રેન દ્વારા ઓક્સિજનનો જથ્થો મોકલાવે છે. વડોદરા વિભાગ દ્વારા વધુ ૩૩.૨૫ ટન લિક્વિડ ઓક્સિજન મોકલાયો હતો.