જમ્મુ કાશ્મીર-

બીએસએફે પૂંછ જિલ્લામાં ગુપ્તચર સૂચનાને આધારે દરોડા પાડીને એક એકે-47 રાઈફલ, ચાઈના બનાવટની 3 પિસ્તોલ, એક અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર અને એક રેડિયો સેટ ઝડપી પાડ્યો છે. નવેમ્બરના નગરોટા હુમલા બાદ બીએસએફના ડિરેક્ટર જનરલ રાકેશ અસ્થાએ સુરક્ષા દળોને પાકિસ્તાની ગુપ્ત સુરંગ શોધી કાઢવાના પ્રયાસો વધારવાનો આદેશ આપ્યો હતો.

બીએસએફની ચોકી નજીક 150 મીટર લાંબી ગુપ્ત સુરંગને ઝડપી પાડી છે. 10 દિવસમાં બીએસએફ દ્વારા ઝડપી પાડવામાં આવનાર આ બીજી સુરંગ છે. આ પહેલા 13 જાન્યુઆરીએ પણ આ જ વિસ્તારમાંથી 150 મીટર લાંબી પાકિસ્તાની સુરંગ ઝડપાઈ હતી. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આ ગુપ્ત સુરંગ દ્વારા આતંકીઓની ભારતમાં ઘુસણખોરી કરાવી રહી છે.સુરંગ મળતા બીએસએફ એલર્ટ મોડ પર આવ્યું છે અને સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને વધુ તપાસ શરૃ કરી દીધી છે.  બીએસએફના એક સિનિયર અધિકારીએ જણાવ્યુંકે 150 મીટર લાંબી આ સુરંગ પાનસર બીએસએફ ચોકી નજીક બોર્ડર પોસ્ટ નં.14 અને 15 ની વચ્ચે જોવા મળી છે. સુરંગ છ થી આઠ વર્ષ જુની હોવાનું લાગી રહ્યું છે અને ઘણા લાંબા સમય સુધી આ સુરંગ માર્ગે ઘુસણખોરી થઈ રહી હોવાનું બીએસએફના અધિકારીઓ માની રહ્યાંછે.આ સુરંગ એવા વિસ્તારમાંથી મળી આવી છે કે જ્યાં ભૂતકાળમાં ઘણી બધી કાર્યવાહી થઈ ચૂકી છે. 2012 માં પાકિસ્તાની સેનાએ ભારતની અગ્રીમ ચોકીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો તથા આ વિસ્તારમાં ઝીરો લાઈન પર નવું બંકર બનાવી દીધું હતું.તારની બીજી બાજુએ અભિયાલ ડોંગરા અને કિંગરે ડે કોથેની પાકિસ્તાની ચોકીઓ આવેલી છે. પાકિસ્તાનનો આ શકરગઢ વિસ્તાર આતંકીઓની તાલીમ માટે નામચીન છે.