વડોદરા, તા.૨૫

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિંધરોટ થી વડોદરા સુધી ૧૫૦ એસએલડી પાણી લાવવાની રૂ.૧૬૫ કરોડની યોજના પૂર્ણતાના આરે છે. ત્યારે ઇન્ટેક્સ વેલ થી મુખ્ય રસ્તા સુધી પાણીની પાઈપ લાઈન નાંખવા માટે બ્રિજ ઈન્સ્ટોલ કરવાની કામગીરી દરમિયાન એકાએક બ્રિજ તૂટી પડતાં બે મજૂરો દબાઈ ગયા હતા.જાેકે ઈજાગ્રસ્તોને તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા તેમની હાલત સુઘારા પર હોંવાનુ જાણવા મળે છે.આ ઘટનાને પગલે પાલિકાની પાણી પૂરવઠા વિભાગના ઉચ્ચ અધિકારબનાવ સ્થળે દોડી ગયા હતા.

વડોદરા શહેર નજીક સિંધરોટ ખાતેથી વડોદરા ના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તાર માટે પીવાના પાણીની મુશ્કેલી દૂર કરવા માટે અંદાજે રૂપિયા ૧૬૫ કરોડના ખર્ચે પાણીની નવી યોજનાનો અમલ અમૃત યોજના અંતર્ગત કરવામાં આવી રહ્યો છે. અને યોજના એપ્રિલના અંતમાં પૂર્ણ કરવાનું આયોજન છે. આજે સાંજના સમયે ઇન્ટેક વેલથી રસ્તા સુધી પાઈપ લાઈન લઈ જવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલી બ્રિજ ઈન્સટોલેશનની કામગીરી દરમિયાન એકા એક બ્રિજનો નો ભાગ તૂટી પડ્યો હતો.

આ ભાગ તૂટી પડતા કામ કરનારા બે મજૂરો દબાઈ ગયા હતા. ઈજાગ્રસ્ત થયેલા બન્ને શ્રમજીવીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પાણી પુરવઠાના એડિશનલ સિટી એન્જિનિયર અમૃત મકવાણા અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો છે. તેમજ કોંગ્રેસના પુષ્પાબેન વાઘેલા અને જહા ભરવાડ પણ સ્થળ ઉપર જઈ પાછળ કોન્ટ્રાક્ટરની હલકી કક્ષાની કામગીરી પર આક્ષેપ કર્યા હતા.

ક્રેન દ્વારા મેટલના બ્રિજના ઈન્સટોલેશન દરમિયાન અચાનક ક્રેન માંથી બ્રિજનુ સ્ટ્રક્ચર છટકી જતા આ ઘટના બની હોંવાનુ જાણવા મળે છે.