ખેડબ્રહ્મા ઃ ખેડબ્રહ્મા- અંબાજી સ્ટેટ હાઇવે ઉપર ખેડબ્રહ્મા તાલુકાના બાવળકાંઠીયા ગામ નજીક એક કારચાલક કોઈ અગમ્ય કારણોસર કાર ઉપર કાબુ ગુમાવતા કાર પલટી મારી જતા અંદર બેઠેલા મુસાફરો ઘાયલ થયા હતા.તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખેડબ્રહ્માની જનરલ હોસ્પિટલ ખાતે ૧૦૮ મારફતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેઓને ત્યાં સારવાર આપવામાં આવી હતી. જ્યા તેઓની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.