વાઘોડિયા : વાઘોડિયા ધિરજ હોસ્પીટલના રિસેપ્શન ડિસ્ચાર્જ કાઊન્ટરપર જીગ્નેશ સુથારના સગાઓએ પથ્થર મારો કરતા પથ્થરમારામા એક નર્સ ઘાયલ થયા હતા. રિસેપ્શન કાઊન્ટના કાચ તુટતા હોસ્પીટલ પ્રશાસને વાઘોડિયા પોલીસમા ફરીયાદ કરી હતી.

સુમનદિપ વિઘ્યાપીઠના કોવીડવોર્ડમા ૈંઝ્રેંમા સારવાર લેતા કોવીડ દર્દિની નાજુક હાલતને લઈ દર્દિના સગાએ અન્ય હોસ્પીટલમા શિફ્ટ કરવાની માંગ કરી હતી.જાેકે એમ્બ્યુલન્સ આવેતો દર્દિને શિફ્ટ કરવા હોસ્પીટલ પ્રશાશને યુવાનને સમજાવ્યુ હતુ. જેથી ૧૦ મિનીટ જેટલો સમય ૈંઝ્રેં માંથી મહિલા દર્દિને શિફ્ટ કરવામા લાગ્યો હતો.દર્દિના સગાએ વિલંબ થતા ઘિરજ ખોઈ હતી. અને ગુસ્સામા આવી રિસેપ્શન પર ફરજ બજાવતા કર્મચારીઓ પર પથ્થરમારો શરુ કર્યો હતો.ગંદિ ગાડો સાથે છરો મારી દેવાની ઘમકી આપી ધમકાવતો હતો.યુવાન ધ્વારા થયેલ પથ્થરમારામા રિસેપ્શન ચેમ્બર્સના કાચ તુટ્યા હતા.ડિસ્ચાર્જ રિસેપ્શન પર બેસેલ એક સ્ટાફ નર્સ હેરીકાબેન ઘર્મેશભાઈ પટેલ પણ ઘવાયા હતા.સ્ટાફ નર્સ હેરીકાબેનના હાથના ભાગે પથ્થર વાગતા લોહિલુહાણ બની હતી.યુવાન આટલેથી ન અટક્તા કોવીડ વોર્ડની ઓફિસમા મિટીંગલેતા ડોક્ટરોસુઘી પહોંચ્યો હતો.અને ગંદિ ગાડો ભાંડવાનુ શરુ કર્યુ હતુ.સાથેજ છરાથી જાણથી મારી નાંખવાની ઘમકી પણ આપતો હતો. આ જાેઈ હોસ્પીટલમા સારવાર કરાવવા આવેલ અન્ય દર્દિના સગાઓમા ભય અને ફફડાટ ફેલાતા નાશભાગ મચી હતી. યુવાનને આક્રોસમા પોતાની લાગવગ બહુ મોટી છે.તમને છરો( ચપ્પુ ) મારી દઈશ તેવી ઘમકી પણ ઊચ્ચારી હતી. હુમલાને લઈ હોસ્પીટલ પ્રશાસને વાઘોડિયા પોલીસને જાણ કરી હતી.ત્યાં સુઘી યુવાન દર્દિને લઈચાલ્યો ગયો હતો. કોવીડ હોસ્પીટલમા દિવસરાત દર્દિઓની સેવા કરી પોતાની જાતને જાેખમમા મુક્તા ડૉક્ટર અને નર્સીંગ સ્ટાફ પર આવો હુમલો કેટલો યોગ્ય છે. ? હોસ્પીટલમા સારવાર કરતા મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફની સુરક્ષા પર સવાલ. . ?પોલીસે હોસ્પીટલ પર પહોંચી હુમલાખોર યુવાન વિરુઘ્ઘ ગુન્હો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.જ્યારે હોસ્પીટલની સિક્યોરીટી વઘારી દેવાઈ છે.ફરીથી આવો હુમલો ન થાય તે માટે પોલીસના ઊચ્ચ અઘિકારીઓનેલજાણ કરી વધુ સિક્યોરીટીની માંગ હોસ્પીટલ પ્રશાસને કરી છે.