વડોદરા : કોરોનાની મહામારીમાં ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનોની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ માટે આંતરિક વોર્ડમાં રેમડેસિવિર ઈન્જેકશનની હેરાફેરી કરતાં દર્દીઓનો સગો સોશિયલ મીડિયાના કેમેરામેનના કેમેરામાં કેદ થયો હતો. આ સંદર્ભે કોવિડ સેન્ટરના તબીબ અધિકારીને પૂછવામાં આવતાં તેમને ઈન્જેકશનની આ પ્રકારની હેરાફેરીને ગેરવાજબી ગણાવી હતી અને જણાવ્યું હતું કે, કોવિડના તમામ વોર્ડમાં દર્દીઓની જરૂરિયાત મુજબ જથ્થો આપવામાં આવે જ છે.

કોરોનાની મહામારીમાં કોરોનાની સારવાર માટેના રેમડેસિવિર ઈન્જેકશનોની ભારે માગ છે અને આ ઈન્જનેકશનો મેળવવા માટે દર્દીઓના સગાઓ રાત દિવસ ભાગદોડ કરી મૂકે છે. ત્યારે સરકારી હોસ્પિટલમાં આ ઈન્જેકશનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોય છે જેથી હોસ્પિટલના સત્તાધીશો દ્વારા કોવિડ વોર્ડમાં દાખલ અને દર્દીઓની જરૂરિયાત મુજબ જથ્થો આપવામાં આવે છે. ત્યારે આજે બપોરે કોવિડ સેન્ટર વિભાગમાંથી જી-વન વોર્ડમાં દાખલ દર્દી માટે તેના સગા રેમડેસિવિર ઈન્જેકશન લઈને જતા સોશિયલ મીડિયામાં કેમેરામેનની નજરે ચડયો હતો. આ વ્યક્તિ મહેન્દદ્ર વણકર નામના દર્દી માટે આ ઈન્જેકશન લઈ જતો હોવાનું જણાવ્યું હતું. જાે કે, ઈન્જેકશનની આ પ્રકારની આંતરિક હેરાફેરીને કોવિડ સેન્ટરના તબીબ અધિકારીએ ગેરવાજબી ગણાવી હતી.

ગધેડીના દૂધમાંથી કોસ્મેટીક ક્રીમ બનાવવાના બહાને ફાર્મ હાઉસ ઊંચા ભાડે રાખ્યું હતું

વડોદરા ઃ નકલી રેમડેસીવીર કૌભાંડનાં સાત આરોપીઓ હાલ રીમાંડ ઉપર છે.ત્યારે શહેર નજીક રાધવપુરા ગામે નદી કિનારે ફાર્મ હાઉસ ઉચાં ભાડે રાખવામાં આવ્યું હતું.ફાર્મનાં માલીક પાસે ગધેડીના દુધમાંથી મોંધી કોસ્મેટીક ક્રિમ બનાવવાને બહાને ફાર્મ ભાડે લઈ ત્યાં નકલી રેમડેસીવીર બનાવામાં આવતા હોવાનુ બહાર આવ્યુ છે.

  કૌભાંડીઓએ ગધેડીનાં દુધમાંથી મોંધી કોસ્મેટીક ક્રિમ બનાવાના બહાને ફાર્મ ભાડે રાખ્યુ હોવાથી જગ્યાને ડોન્કી ફાર્મ નામ આપી દીધુ હતુ માલીક તો શુ આસપાસા નાં ગામવાસીઓને પણ ગંધ શુધ્ધાના આવે એ રીતે કૌભાંડીઓ રાતના અંધારામાં ગુપચુપ રીતે એન્ટીબાયોટીક ઈન્જેક્શનો જે માત્ર ૧૫૦ થી ૨૦૦ માં મળતા હતા એ લાવી એની ઉપર રેમડેસીવીરના ઇન્જેકશનોનાં સ્ટીકર લગાવી ૧૬ થી ૨૦ હજારમાં વેચતા હતા.

    રાધવપુરા માં નદી કિનારે આવેલુ ડોન્કી ફાર્મ ભાડે રાખીને મુખ્ય સુત્રધારો વિવેક અને નિતેશ નક્લી ઇન્જેક્શનો બનાવતા હતા નકલી ઇન્જેક્શનનાં સ્ટીકર અને પેકેજીંગ મટીરીયલ નિતેશ લાવતો હતો જ્યારે વિવેક ફાર્મ હાઉસ માં નકલી ઇન્જેક્શનો બનાવી ને વેચતો હતો. અસલી લેબલ હટાવી નકલી લેબલ લગાવાતા હતા આ માટે ઇન્જેક્શનો તે ચાંગોદરની મેક્સ લાઈફ સાયન્સ માંથી ખરીદતા હતો પોલીસે ફાર્મ હાઉસના માલીકની પણ શોધખોળ હાથ ધરી છે.