દિલ્હી-

ભારતમાં કોરોનાની બીજી લહેર વિરુધ્ધ યુધ્ધ સતત ચાલુ છે. આ વચ્ચે અમેરિકી ફાર્મા કંપની ફાઇઝરે ભારતને મદદ આપવાની ઘોષણા કરી છે. કંપનીએ કહ્યુ કે તેઓ 7 કરોડ અમેરીકી ડૉલરની દવા ભારત મોકલશે. જેનથી કોરોના વિરુધ્ધ લડાઇમાં મદદ મળશે. કંપીનના સીઇઓ અલબર્ટ બૌરલાએ જાણકારી આપી છે.આપને જણાવી દઇએ કે સોમવારે કોવિડ-19ના 3,68,147 કેસ સામે આવ્યા અને 3417 દર્દીઓના મૃત્યુ થયા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સવારે આઠ વાગ્યે અપડેટ કરેલા આંકડા પ્રમાણે નવા કેસ સાથે સંક્રમિતોની કુલ સંખ્યા 1,99,25,604 જ્યારે મૃતકોની સંખ્યા 2,18,959 થઇ ગઇ છે.

દેશમાં પહેલી મેએ સંક્રમણના રિકોર્ડ 4,01,993 નવા કેસ સામે આવ્યા હતા જ્યારે બે મેએ 3,92,488 કેસ સામે આવ્યા. દેશમાં ઉપચારાધીન દર્દીઓની સંખ્યા વધીને 34,13,642 થઇ ગઇ છે. જે સંક્રમણના કુલ કેસના 17.13 ટકા છે. જ્યારે કોવિડ-19થી સાજા થવાનો દર 81.77 ટકા થઇ ગયો છે. મંત્રાલયના આંકડા પ્રમાણે દેશમાં 1,62,93,003 લોકો સાજા થઇ ચૂક્યા છે જ્યારે મૃત્યુદર 1.10 ટકા છે. દેશમાં કોવિડ-19 દર્દીઓની સંખ્યા ગયા વર્ષે સાત ઓગષ્ટે 20 લાખને પાર કરી ગઇ છે. જ્યારે કોવિડ-19 દર્દીઓની સંખ્યા 23 ઓગષ્ટે 30 લાખે , પાંચ સપ્ટેમબરે 40 લાખ અને 16 સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગઇ હતી.આ બાદ 28 સપ્ટેમ્બરે કોવિડ-19ના કેસ 60લાખ,11 ઓક્ટોબરે 70 લાખ 29 ઓક્ટોબરે 80 લાખ 20 નવેમ્બરે 90 લાખ 19 ડિસેમ્બરે 1 કરોડ અને 19 એપ્રિલે કોવિડ-19ના કેસ 1.5 કરોડથી વધારે થઇ ગયા હતા.