વડોદરા

કોરોનાની બીજી લહેરમાં રાજ્ય સરકાર સહિત તમામના પ્રયાસોથી રાજ્યમાં કોરાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.કોરોનાની સંભવતઃ ત્રીજી લહેરનો અસરકારક રીતે સામનો કરવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતુ.

મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાનના સફળ પ્રયોગ બાદ આજથી રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં મારો વોર્ડ કોરોનામુક્ત વોર્ડ અભિયાનની શરૂઆત થઈ છે. મુખ્યમંત્રીના વડપણ હેઠળ રાજ્ય સરકાર પ્રશાસન,ધાર્મિક અને સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી કોરોના મહામારી સામે લડી રહી છે. શિક્ષણ મંત્રી ચુડાસમાએ આજે વડોદરા સર્કિટ હાઉસ ખાતે નર્મદા વિકાસ રાજ્ય મંત્રી યોગેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે વડોદરા શહેર જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા થયેલ કામગીરીની ઉચ્ચ સ્તરીય સમિક્ષા કરી હતી.શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ગુજરાતે મારું ગામ કોરોના મુક્ત અભિયાનથી જે રીતે ગામડાઓને કોરોના સંક્રમણથી ઉગારી લીધા છે તે અંગે દેશના અન્ય રાજ્યોએ પણ આ નોંધ લઈ પૃચ્છા કરી છે. વડોદરા શહેર જિલ્લામાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓએ અસરકારક કામગીરી કરી જેને પરિણામે પરિસ્થિતિ નિયત્રંણમાં લાવી શકાઈ છે તેમ જણાવી તેમને તંત્રના અધિકારીઓની કામગીરીને સંતોષકારક ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન હેઠળ વડોદરા શહેર અને જિલ્લાની નગરપાલિકાઓમાં વોર્ડ દીઠ કોરોના સંક્રમણને અટકાવવા માટે વ્યાપક જનજાગૃતિ ઉભી કરવા સાથે શરદી, ઉધરસ તાવ જેવા પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સ્થળ પર સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, નિષ્ણાંતો મતોનુસાર કોરોના વાયરસની ત્રીજી લહેર આવવાની છે. ત્યારે આ લહેરમાં ઓછામાં ઓછુ સંક્રમણ થાય તેની તૈયારી સાથે તકેદારી લેવામાં આવી રહી છે.ખાસ ફરજ પરના અધિકારી વિનોદ રાવે વડોદરા શહેર-જિલ્લા કોરોના વાયરસના સંક્રમણ, હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ, બેડ વગેરે અંગે કરવામાં આવેલી કામગીરીનુ પ્રેજન્ટેશન રજૂ કર્યું હતુ. ઉપરાંત રાવે કોરોનાની સભંવિત ત્રીજી લહેર અંગેનુ આગોતરૂ આયોજન પણ રજૂ કર્યું હતુ.

સંભવિત વાવાઝોડાને પહોંચી વળવા સરકાર સંપૂર્ણ સજજ - ભૂપેન્દ્રસિંહ

ગુજરાત પર આવનારા સંભવિત વાવાઝોડા તૌકતેની સ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર સંપૂર્ણ સજજ છે.વડોદરા ખાતે માધ્યમો સાથે વાતચીત કરતાં શિક્ષણ મંત્રી ભૂપ્રેન્દ્રસિંહ ચૂડાસમાં એ જણાવ્યુ હતુ કે, વાવાઝોડાની મુવમેન્ટ પર સતત નજર રાખીને રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આગોતરી વ્યવસ્થાઓ ગોઠવવાવમાં આવી છે. તેમણે ઉમેર્યું કે એન.ડી.આર.એફ, એસ, ડી.આર. એફની ટીમો ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર ઝીરો’ કેઝ્‌યુઆલીટીના કોન્સેપ્ટ સાથે વાવાઝોડાના પરિણામે કોઇપણ મૃત્યુ ન થાય તે જાેવા જિલ્લા તંત્રને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે જણાવ્યું હતુ કે,રાજ્યની તમામ હોસ્પિટલોમાં ડી.જી. સેટની વ્યવસ્થાઓ કરીને કોવિડ હોસ્પિટલો સહિત હોસ્પિટલોમાં વીજ પુરવઠો ખોરવાય નહી તે સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યુ કે કોવિડ-૧૯ની સ્થિતિમાં દર્દીઓની સારવાર વ્યવસ્થાઓ જળવાઇ રહે સારવારમાં કોઇ રૂકાવટ ન થાય સાથો સાથ આ સંભવિત વાવાઝોડાનો પણ મક્કમતાપૂર્વક સામનો થાય તે રીતે સમગ્ર વહીવટીતંત્ર તૈયાર છે.