દિલ્હી-

પીએમ મોદીએ આજે ટ્રેઈની આઈપીએસ ઓફિસરો સાથે સંવાદ કર્યો હતો અને કહ્યું હતું કે, 'છેલ્લા 75 વર્ષમાં ભારતે એક સારી પોલીસ સર્વિસના નિર્માણ માટે પ્રયાસો કર્યા છે.પોલીસ ટ્રેનિંગ માટેની સુવિધાઓમાં પણ છેલ્લા કેટલાક વર્ષોમાં સુધારો જોવા મળ્યો છે. તમારે હંમેશા યાદ રાખવાનુ છે કે તમારે એક ભારત અને શ્રેષ્ઠ ભારતનો ઝંડો ઉંચો રાખવાનો છે. તમારી દરેક કામગીરીમાં નેશન ફર્સ્ટ હોવાની ભાવના દેખાવવી જોઈએ. વડાપ્રધાને જણાવ્યું હતું કે મારો દર વર્ષે એ પ્રયાસ રહે છે કે આપ જેવા યુવા સાક્ષીઓ સાથે વાતચીત કરૂ આપના વિચારો જાણુ આપના વિચાર મારા માટે ભવિષ્યના પડકારોનો સામનો કરવામાં મદદરૂપ થશે. વડાપ્રધાનનાં વિડીયો કોન્ફરન્સીંગ દરમ્યાન આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય પણ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય પોલીસ અકાદમી અખિલ ભારતીય સિવીલ સેવા પરીક્ષાનાં આધારે પસંદ થયેલા ભારતીય પોલીસ સેવા (આઈપીએસ)ના અધિકારીઓને તાલીમ આપે છે.