પશ્ચિમ બંગાળ,

પશ્ચિમ બંગાળમાં કોરોનાના કેસમાં સતત વધારો થતા રાજ્યની મમતા સરકારે સમગ્ર રાજ્યમાં ફરી એકવાર લૉકડાઉન લાગૂ કરવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ બંગાળમાં ૩૧ જૂલાઇ સુધી લૉકડાઉન લાગૂ પડશે.

મમતા સરકારે એવું પણ જણાવ્યું છે કે, આ લૉકડાઉન દરમિયાન પહેલાની તુલનામાં વધારે છૂટછાટ આપવામાં આવશે આ પહેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સર્વદળીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં કોરોનાના તાજેતરના કેસ અને રાજ્યની સ્થિતિને લઇને ચર્ચા કરવામાં આવી હતી આ મિટિંગ બાદ મમતા બેનર્જી સરકારે લૉકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. તો લૉકડાઉનમાં કેટલીક છૂટ અને નક્કી થયેલ શરત પ્રમાણે ૩૧ જૂલાઇ સુધી લૉકડાઉન યથાવત રહેશે.