દિલ્હી-

દિલ્હીના તોફાનોને લગતા કેસમાં દિલ્હી પોલીસે તાજેતરમાં દાખલ કરેલી વધારાની ચાર્જશીટમાં ઘણા વધુ અગ્રણી લોકોના નામ બહાર આવ્યા છે. દિલ્હી પોલીસની ચાર્જશીટમાં જેમના નામ સામેલ છે. તેમાં સીતારામ યેચુરી, યોગેન્દ્ર યાદવ, જયતિ ઘોષ, અપૂર્વવાનંદ અને રાહુલ રોય છે. આ વર્ષે દિલ્હી રમખાણોના કેસમાં આ બધાને કાવતરું રચનાર લોકોમાં સામેલ કરવામાં આવ્યા છે.

દિલ્હીના ઉત્તર પૂર્વ જિલ્લામાં 23થી 26 ફેબ્રુઆરીની વચ્ચે થયેલા રમખાણોમાં પોલીસે દાખલ કરેલી પૂરક ચાર્જશીટમાં આ તમામના નામ સામેલ છે. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો કે, રમખાણોમાં 53 લોકો માર્યા ગયા હતા અને 581 લોકો ઘાયલ થયા હતા, જેમાંથી 97 ગોળી વાગી હતી.આ જાણીતા લોકો ઉપર ત્રણ યુવતી વિદ્યાર્થીઓના નિવેદનોના આધારે આરોપ લગાવવામાં આવ્યા છે. JNUના વિદ્યાર્થીઓ દેવાંગના કાલિતા અને નતાશા નરવાલ અને જામિયા મિલ્લિયા ઇસ્લામીયા, ગુલફિશા ફાતિમાના પિંજરા તોડ સભ્યા પણ હતા. આ લોકો પર જાફરાબાદ હિંસા કેસમાં આરોપી ઠરેવામાં આવ્યા છે.

ત્રણેય વિદ્યાર્થીઓ વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.સીચારામ યેચુરીએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પર લખ્યું, "ઝેરીલાં ભાષણોનો વીડિયો છે, એના પર કાર્યવાહી કેમ નથી થઈ રહી?"તેમણે લખ્યું કે, "આપણું બંધારણ આપણે CAA જેવા તમામ પ્રકારના ભેદભાવવાળા કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો અધિકાર જ માત્ર નથી આપતું, આ આપણી જવાબદારી પણ છે. અમે વિપક્ષનું કામ ચાલુ રાખીશું. ભાજપ પોતાની હરકતો બંધ કરે."તેમણે વધુમાં લખ્યું કે, "દિલ્હી પોલીસ ભાજપની કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રાલયની નીચે કામ કરે છે. તેની આ અવૈધ અને ગેરકાયદે હરકતો ભાજપના ટોચના રાજનાયકોનું ચરિત્ર દર્શાવે છે. તે વિપક્ષના સવાલો અને શાંતિપૂર્ણ પ્રદર્શનથી ડરે છે અને સતાનો દુરુપયોગ કરીને આપણે રોકવા ઇચ્છે છે."

દિલ્હી પોલીસે CPIના મહાસચિવ સીતારામ યેચુરૂ, સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ, અર્થશાસ્ત્રી જયતિ ઘોષ, દિલ્હી યૂનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ અને ફિલ્મ નિર્માતા રાહુલ રોયના નામ ફેબ્રુઆરીમાં થયેલા દિલ્હી રમખાણોમાં ષડયંત્ર રચનારા તરીકે તેમનું નામ ચાર્જશીટમાં દાખલ કરવામાં આવ્યું છે.