નવી દિલ્હી

સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠનએ સોમવારે કહ્યું કે તેણે ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં તૈનાત સૈનિકો અને કોરોના દર્દીઓ માટે એસપીઓ 2 આધારિત પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ વિકસાવી છે. તેમણે દેશમાં મોટાપાયે ઉત્પાદન પણ શરૂ કર્યું છે અને તે કોરોના રોગચાળામાં એક વરદાન સાબિત થઈ શકે છે.

ડીઆરડીઓએ એક નિવેદનમાં જારી કરીને જણાવ્યું હતું કે ‘આ ઓટોમેટિક સિસ્ટમ એસપીઓ 2 (બ્લડ ઓક્સિજન સેચ્યુરેશન) સ્તરના આધારે પૂરક ઓક્સિજનની સપ્લાય કરે છે અને વ્યક્તિને હાઇપોક્સિયાની સ્થિતિમાં પહોંચતા અટકાવે છે. જે મોટાભાગના કિસ્સાઓમાં જીવલેણ છે.

‘હાઈપોક્સિયા એ એક સ્થિતિ છે જેમાં શરીરની ઉર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટેની પેશીઓ સુધી પહોંચતા ઓક્સિજનની માત્રા ઓછી થાય છે. નિવેદન મુજબ વાયરસના ચેપને કારણે કોરોના દર્દીઓમાં બરાબર આવી જ સ્થિતિ થાય છે અને તેથી જ હાલનું સંકટ ઉભું થઈ રહ્યું છે. પૂરક ઓક્સિજન ડિલિવરી સિસ્ટમ ઊંચા પર્વત વિસ્તારોમાં સ્થિત ભારતીય સૈનિકો માટે જ નહીં પણ કોરોના રોગચાળાના આ સંકટમાં દેશ માટે પણ ખૂબ ઉપયોગી છે.

ડીઆરડીઓની બેંગલુરુ સ્થિત ડિફેન્સ બાયો-એન્જિનિયરિંગ એન્ડ ઇલેક્ટ્રો મેડિકલ લેબોરેટરી (ડીઇબીઇએલ) દ્વારા વિકસિત, આ સિસ્ટમને સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. તેની બે ખાસીયત છે, એક ટે ખૂબ જ મજબૂત અને બીજી ટે ખુબ સસ્તી છે. તે નીચા દબાણ, નીચા તાપમાન અને ભેજવાળા ઉચ્ચ પર્વત વિસ્તારોમાં કાર્ય કરવા માટે બનાવામાં આવી છે.

કેવી રીતે કાર્ય કરે છે

સિસ્ટમ વ્યક્તિના કાંડામાં બાંધેલી પલ્સ ઓક્સિમીટર મોડ્યુલ દ્વારા એસપીઓ 2 સ્તરની દેખરેખ રાખે છે અને આપમેળે વાયરલેસ ઇંટરફેસ દ્વારા વ્યક્તિને લાઇટવેઇટ પોર્ટેબલ સિલિન્ડરથી ઓક્સિજનની સપ્લાય નિયંત્રિત કરે છે. આ સિસ્ટમ વિવિધ કદમાં ઉપલબ્ધ થશે. આ એક લિટર અને એક કિલોના વજન સાથે 150 લિટરના ઓક્સિજન સપ્લાયથી માંડીને 10 લિટર અને 10 કિલો વજન સાથે 1,500 લિટર કદના ઓક્સિજન સપ્લાયમાં ઉપલબ્ધ થશે. 1,500-લિટરઓક્સિજન સપ્લાય કદવાળી સિસ્ટમ, પ્રતિ મિનિટ બે લિટર સતત ફ્લો સાથે 750 મિનિટ સુધી ટકી શકે છે.