સુશાંત સિંહ રાજપૂત કેસમાં રિયાના ભાઈ શોવિક ચક્રવર્તી અને સૈમુઅલ મીરાંડાને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. આ બંને એનસીબી કસ્ટરડીમાં રહેશે. મેજિસ્ટ્રેટ નરેન્દ્ર જોષીએ આ નિર્ણય આપ્યો હતો.

સાથે સાથે કેજાનને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટરડીમાં મોકલવામાં આવેલ હતો જ્યારે કૈજાનને જમાનત મળી ગયેલ છે. તમામ આરોપીઓને NCBની ઓફીસે લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે.

ડ્રગ્સ ક્યાંથી અને કેવી રીતે લાવવાથી લઈને પૈસાની વિગતો અને સુશાંતના મોત અંગે પૂછપરછ કરવામાં આવશે. રિમાન્ડ કોપી લખેલ છે કે શોવિકનો સામનો દિપેશ સાવંત સાથે કરાવવામાં આવશે. સુશાંતરાજપૂત સિંહ અપમૃત્યુ કેસમાં આજે 16માં દિવસે કઈક ઠોંસ સાબિતી મળી હોય અને એક્શન લેવાયા હોય એવું જણાય છે. રિયાના ભાઈ શોવિકની NDPCની કલમ 8C, 28 અને 29 હેઠળ ધરપકડ કરવામાં આવી છે.