વડોદરા, તા. ૧૨

વડોદરા શહેર પોલીસ ડીજીપીના આદેશને પણ જાણે ઘોળીને પી ગયા હોય તે રીતે કયાય પણ પોલીસની કામગીરી જાેવા મળતી નથી. શહેરમાં ઠેર ઠેર રાત્રીના સમયે છેલ્લા કેટલાક સમયથી અકસ્માત થવાના બનાવોમાં વધારો જાેવા મળી રહ્યો છે. તેવામાં ગઇકાલે રાત્રીના સમયે કારેલીબાગ વિસ્તારમાં શાકમાર્કેટ ભરાય છે તે વિસ્તારમાં પોલીસ હાઉસીંગ બોર્ડના ડે.એન્જીનીયરને જે ગાડી ફાળવવામાં આવી હતી તેનો ચાલક જ નશાની હાલતમાં હોઇ તેણે ગાડી રસ્તા વચ્ચેના ડીવાઇડર પર ચઢાવી દીધી હતી. જાેકે આ અકસ્માતના પગલે વિસ્તારમાં નાશભાગના દ્રશ્યો સર્જાયા હતા. જેથી પોલીસના ડ્રીંક એન્ડ ડ્રાઇવની કામગીરી સામે અનેક શંકાઓ સેવાઇ રહી છે.

શહેરના કારેલીબગા પાણીની ટાંકી પાસે મોડી રાત્રે નશાની હાલતમાં કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. કાર ધડાકા સાથે ડીવાઇડર પર આવેલ વૃક્ષ સાથે ટકરાઇ હતી. સદ્દનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનીનો બનાવ સામે આવ્યો ન હતો. અકસ્માત સર્જનાર કાર અમદાવાદ પાર્સ્િંાગની (જીજે-૦૧-એચટી-૭૧૦૯) હતી અને નાગરવાડા શાકમાર્કેટ પાસે આવેલ સન્ની પેલેસ પાસે રહેતો અક્રમભાઇ ગુલામનબી સીન્ધી નામના કાર ચાલકની કારેલીબાગ પોલીસે ધરપકડ કરીને તેને પોલીસ મથક ખાતે લઇ જવામાં આવ્યો હતો. કાર પર પોલીસ હાઉસિંગ ઓન ડ્યુટી અને ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલુ હતું. આ કાર પોલીસ હેડ કવાટર્સની ગાડી હોવાનું ડ્રાઇવરે નિવેદન આપ્યું હતું. ડ્રાઈવરના જણાવ્યા અનુસાર એક્ટિવા ચાલક વચ્ચે આવતા સાઇડમાં કાર દબાવતા અકસ્માત થયો હતો.

કાર શાક માર્કેટમાં ધૂસી ગઈ હોત તો ?

કારેલીબાગ પાણીંની ટાંકી પાસે વર્ષોથી શાકમાર્કેટ ભરાય છે. નશામાં ઘૂત ગાડી ચાલક અક્રમે ગાડી ડીવાઇડર પર આવેલ વૃક્ષમાં ભટકાઇ હતી જાે તેની જગ્યા પર ગાડી શાકમાર્કેટમાં ભટકાત તો કેટલાક રહાદારીઓને અડફેટે લીધા હોત. સદ્દનસીબે આ અકસ્માતમાં પણ કોઇ જાનહાનીનો બનાવ બન્યો ન હતો.

રાત્રિના સમયે નબીરાઓ સામે પોલીસે કડક પગલાં ભરવા જાેઇએ

અકસ્માત સમયે ત્યાંથી પસાર થતા એક રહાદારીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં જે અકસ્માત સર્જાય છે તેમાં બાપના પૈસે ફાટીને ધુમાડે નીકળેલા નબીરાઓ છાટકા બનીને રાત્રે નશો કરીને પોતાની મોઘીં દાટ ગાડીઓ લઇને રસ્તાઓ પર બેફામ રીતે પોતાની ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર ગાડીઓ હંકારીને રાહદારીઓને અડફેટે લેતા હોય છે. જેમાં કેટલાક રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે છે.