વડોદરા, તા.૭

વડોદરા શહેર નજિક આવેલ પોર જીઆઈડીસી સ્થિત હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગતા નાસભાગ મચી હતી. બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરાતા લાશ્કરો ફાયર ફાઈટરોની સાથે તુરંત સ્થળ પર દોડી ગયા હતા. અને ત્રણ થી ચાર ફાયર ફાઈટરના વાહનોની મદદથી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. સદ્‌નસીબે આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ કંપનીમાં ફાઇબર મટિરિયલ હોવાથી આગ કાબૂમાં આવ્યા બાદ પણ આખી રાત કુલિંગની કામગીરી ચાલુ રાખી ફોમનો મારો ચલાવ્યો હતો. આગમાં કંપનીની તમામ વસ્તુઓ બળીને ખાક થઇ ગઇ હતી.આગ કયા કારણોસર લાગી તે જાણવા મળ્યું નથી.

ફાયપ બ્રિગેડના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ પોર જીઆઈડીસીમાં હિન્દુસ્તાન ફાઇબર ગ્લાસ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. કંપનીમાં આગ લાગતાજ નાસભાગ મચી ગઈ હતી. આગના આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા જીઆઈડીસી ફાયર સ્ટેશનના સ્ટેશન ઓફિસર નિકુંજ આઝાદ સ્ટાફ સાથે સ્થળ પર દોડી ગયા હતા.ક્ષણોમાંજ વિકરાળ બનતા પ્રચંડ આગની જ્વાળાઓને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડે ચારે બાજુથી પ્પાણીનો મારો ચલાવી પ્રથમ તબક્કે આગને વધુ પ્રસરતા અટકાવી હતી. વિકરાળ આગને કાબુમાં લેવા ૩ ફાયર એન્જિન અને ૧૦ થી વધુ લાશ્કરોએ કામગીરી કરીને બેથી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.જાેકે, કંપનીમાં ફાઈબરનુ મટીરીયલ હોવાથી આખી રાત પાણી મારો ચલાવી કુલીંગની કામગીરી કરવામાં આવી હતી.

ફાઇબર ગ્લાસ કંપનીમાં લાગેલી આગની જ્વાળાઓ ૫ કિ.મી. સુધીના વિસ્તારમાં દેખા દીધી હતી. ભાષણ આગના બનાવને પગલે પોર જીઆઈડીસી સ્થિ અન્ય કંપની સંચાલકો અને કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. મોડી રાત્રે લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીના કર્મચારીઓના ટોળા ઉમટી પડ્યા હતા. સદભાગ્યે આગના આ બનાવમાં કોઇ જાનહાની થઇ ન હતી. પરંતુ, આગમાં મોટાભાગની કંપનીનો વિસ્તાર બળીને ખાક થઇ ગયો હતો.