હે... મહારાજ

આપે આ શહેરને આપેલા ભવ્ય સ્થાપત્ય વારસાને જાળવવામાં મારા સહિતની મારા આગળની તમામ પેઢીઓ નિષ્ફળ ગઈ છે તે માટે હું વર્તમાન પ્રથમ નાગરિક તરીકે આપની માફી માગું છું અને દિલગીરી વ્યકત કરું છું કે પાલિકાની તિજાેરી તળિયાઝાટક હોવાથી આપનો જન્મદિન હોવા છતાં આપની પ્રતિમાને અમે રંગ પણ કરાવી શકયા નથી. આજે આપણે આમ સામ-સામે ઊભા છીએ એ આપના આદર્શ વહીવટ અને મેયર તરીકેના મારા આદર્શ વહીવટના બે અંતિમ છેડા છે એવું લાગે તો ક્ષમા કરજાે.

રાજમાતા શુભાંગિની રાજેએ આજે કિર્તી મંદિર અને મ.સ.યુનિ. ખાતે સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર ચઢાવી પ્રણામ કર્યા હતા.

વડોદરાના પ્રવેશદ્વાર એવા રેલવે સ્ટેશનના પ્રાંગણમાં જ આવેલી સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા પુષ્પહાર વિના ઉપેક્ષિત રહી હતી.¿k