ભરૂચ, ભરૂચમાં વર્ષોથી શાસન કરનાર ભાજપ સામે જાને વિરોધનો જુવાળ ઉભો થયો છે. અત્યાર સુધી ભાજપને સમર્થન આપનાર ભરૂચવાસીઓ હવે વિરોધનો સૂર ઉઠાવી રહયા છે. નગરપાલિકાની ચૂંટણીમાં એક તરફ જનતા અપક્ષ મેદાનમાં આવ્યું છે. આમ આદમી પાર્ટીએ ઝુકાવ્યું છે. જ્યારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના હિન્દુસ્થાન નિર્માણ દલે પણ પોતાનો મેનિફેસ્ટો જાહેર કરી તમામ ૧૧ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખી ચૂંટનીજંગમાં જંપલાવવાની ઘોષણા કરતા ભરૂચમાં ચૂંટણીના વાતાવરણમાં ગરમાવો આવ્યો છે.

ભરૂચ નગરપાલિકાની આગામી ચૂંટણી રસાકસી ભર્યું બની રહે તેવા એંધાણ ઉભા થયા છે. ભરૂચમાં અપક્ષ ઉમેદવારોએ એકજુટ બની જનતા અપક્ષ ઉભો કરી ચૂંટણી લડવાની ઘોષણા કરી છે. આમ આદમી પાર્ટી પણ મેદાનમાં આવી છે. તેવામાં હિન્દુસ્થાન નિર્માણ દલે પણ આજરોજ પ્રેસ કોંફરન્સ કરી શહેરના તમામ વોર્ડમાં ઉમેદવારો ઉભા રાખવાની ઘોષણા કરી છે. એચ એન ડીના ધવલ કનોજીયાએ શહેરમાં પહેલી વખત તેમના ઉમેદવારો પ્રજાને વફાદાર રહેવાના અને ભ્રષ્ટાચાર નહિ કરવાના તથા નહિ કરવા દેવાનું સોગંધનામા કરી મેદાનમાં ઉતરશે તેમ કહ્યું હતું. સાથે તેમના મેનિફેસ્ટો માં ભરૂચના વિકાસ માટે ૨૨ મુદ્દાઓ જાહેર કર્યા હતા.

 ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભ્રષ્ટાચાર વધતા, માળખાગત સુવિધાઓ ઉભી ન થતા ભાજપ નું વર્ચસ્વ ઘટી રહ્યું છે. ઠેર ઠેર ચૂંટણીનો બહિષ્કાર થઇ રહયો છે.અન્ય પક્ષ અને આગેવાનો ચૂંટણીના મેદાનમાં આવ્યા છે. જે જાેતા ભરૂચમાં ભાજપ ડેમેજ કંટ્રોલ માટે દોડતું થયું છે. જ્યારે બીજી બાજુ ભરૂચમાં ચૂંટણીનું રાજકારણ પણ ગરમાયુ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી રસપ્રદ બનવા એંધાણ છે.