શ્રીનગર-

આખા દેશમાં સ્વતંત્ર દિવસની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. જમ્મુ-કાશ્મીરને પણ કાર્યક્રમ પહેલા ત્રિંરગા રંગમાં રંગવામાં આવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં આંતકવાદીઓની સફાઈ માટે ચાલી રહેલા અભિયાન વચ્ચે કાશ્મીર એક નવા અંદાજમાં દેખાઈ રહ્યું છે. દેશના સ્વતંત્ર દિવસ પહેલા શ્રીનગરના લાલ ચોકમાં આવેલા ક્લોક ટાવરને શનિવારે ત્રિંરગાના રંગમાં રોશન કરવામાં આવ્યો હતો. ત્રિંરગાના રંગમાં ઝગમગાતો આ ક્લોક ટાવર દેશપ્રેમની મિશાલ આપી રહ્યો છે. શ્રીનગરના મેયર જુનૈદ મટ્ટૂએ ટ્વીટ કરીને લખ્યું છે કે અમે સ્વતંત્ર દિવસ પહેલા લાલ ચોકના ક્લોક ટાવરને ત્રિંરગાની રોશનીમાં ઝળહળતી કર્યો છે. ક્લોક ટાવકમાં નવી ઘડિયાળ પણ લગાવવામાં આવી છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ (LG) મનોજ સિન્હાએ 5 ઓગસ્ટએ શ્રીનગરમાં સ્વંતત્ર દિવસ મનાવવા માટે એક સ્પોર્ટસ સપ્તાહનું પણ ઉદ્ધાટન કર્યું હતું. દેશના 75 સ્વતંત્ર દિવસ પર ભારતીય સેનાના પ્રાયાસોથી ગુલમર્ગમાં 100 ફુટ લાંબો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવામાં આવશે. કેન્દ્ર શાસિત પ્રદેશમાં આ ઝંડો સૌથી ઉંચો હશે. જમ્મુ-કાશ્મીર સરકારે શ્રીનગરના ઐતિહાસિક હરિ પર્વત કિલા પર 100 ફુટ લાંબો ત્રિરંગો ફરકાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કાશ્મીરના વિભાગીય કમિશનરે તમામ નાયબ કમિશનરો અને એચઓડીઓને ભારતીય ધ્વજ સંહિતા 2002 મુજબ સખત રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો નિર્દેશ આપ્યો છે. અધિકારીઓને ભારતના ધ્વજ સંહિતાનું ઉલ્લંઘન ન થાય તેની કાળજી લેવા પણ કહેવામાં આવ્યું છે.