આગરા-

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 'આગરા મેટ્રો પરિયોજના'નું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય પ્રધાન હરદીપ સિંહ પુરી પણ હાજર રહેશે, ઉદ્ધાટનના કાર્યક્રમનું આયોજન આગરાના પીએસી મેદાનમાં કરવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશ મેટ્રો રેલ કોર્પોરેશન(યુપીએમઆરસી)ના વહીવટી સંચાલક કુમાર કેશવના જણાવ્યાંનુસાર યુપીના ગવર્નર આનંદીબેન પટેલ પણ આ કાર્યક્રમમાં વર્ચુઅલી હાજરી આપશે. યોગી સરકારનો દાવો છે કે બે વર્ષમાં આગરા મેટ્રોનું ટ્રાયલ શરૂ થઈ જશે. શહેરના અલગ અલગ બે કોરિડોરના રેલવે ટ્રેક પર વર્ષ 2025-2026 સુધીમાં મેટ્રો દોડશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આગરા મેટ્રો પરિયોજનાનું વર્ચુઅલી ઉદ્ઘાટન કરવામાં આવશે. આગરાના પીએસી મેદાનમાં યોજાનાર આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ રહેશે હાજર.