વડોદરા, તા.૧૪    

સંજયનગરના લાભાર્થીઓ જોડે કાૅંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને વિરોધપક્ષ નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ નવા નિમાયેલા કમિશનરને રજુઆત કરવા માટે પાલિકા કચેરીએ પહોંચ્યા હતા, ત્યાં કોંગ્રેસ ઉપપ્રમુખ વિનોદ શાહે શર્ટ કાઢી પાલિકા જનતાને કોડા વરસાવે છે તેવો પ્રતિકાત્મક દેખાવ કર્યો હતો. વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અને સંજય નગર વિકાસ મંડળ સમિતિ દ્વારા સંયુક્ત રીતે લેખિતમાં રજૂઆત કરી હતી.જેમાં સંજયનગરમાં કોર્પોરેશનની અણઆવડતને લીધે ૨૦૧૭માં લાભાર્થીઓને મકાન તોડી પીપીપી ધોરણે બિલ્ડરને આખો પ્રોજેક્ટ બનાવવાનું ભ્રષ્ટાચારી કૌભાંડ કરવામાં આવ્યું. સંજયનગરમાં આશરે ૧૮૫૦ જેટલા કાચા પાકા મકાનો ત્રણ વર્ષ પહેલાં તોડી પાડ્યા. એમાં શું ૧૬ લાખ સ્ક્વેર ફૂટ જમીન આપીને કૌભાંડ કરવાના આશ્રયથી કરોડોની જમીન પીપીપી ધોરણે કોન્ટ્રાક્ટરને પધરાવવામાં આવી. સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરવો આવી શરતોને આધારે પ્રોજેક્ટ અપાય છે તો આ બિલ્ડર ત્રણ વર્ષ સુધી હજી સુધી ઈટ નથી મૂકી તો શાસક પક્ષ ચૂપ કેમ છે

છ મહિનાથી ૧૮૦૦ લોકોને ભાડું નથી મળ્યું અને ૮૦૦ લોકો એવા છે જેને ૬ મહિના પહેલાં બે મહિનાનું ભાડું બાકી છે.