વડોદરા મહાનગર પાલિકાના ઈલેક્શન વોર્ડ-૧માં સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના રિપીટ ઉમેદવાર સતિષ પટેલનો એમના પોતાના જ વિસ્તાર છાણીની સોસાયટીના રહીશો દ્વારા પ્રાથમિક સુવિધાઓના ભાવને મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.જેને કારણે ઉજાકારોં મળતા ભાજપના અગ્રણીએ કાર્યકરો અને અન્ય મારફતે તેમજ પોતે પણ અહમમાં પુનઃ અમારું જ શાસન આવવાનું છે.ત્યારે તમને જાેઈ લઈશું.એવી ધમકી શિવ રેસિડન્સી, શિવમ રેસિડન્સી, ૐ રેસિડન્સી, શિવાલિક -૫, યશ રેસિડન્સી સહિતના રહીશોને આપતા તેઓએ દેખાવો યોજીને ધાક ધમકી સામે વિરોધ નોંધાવ્યો હતો. આ ધમકી વહેલી સવારે જઈને અને મોડી રાત્રે ઘરોએ જઈને અપાઈ હોવાના આક્ષેપ કરાયા છે.ધમકી આપનાર સતિષ પટેલના પરિવારના અને નિકટના માણસો હોવાના આક્ષેપો પણ કરાયા છે.