દિલ્હી

કોરોના દર્દીની સતત સંખ્યા વધી રહી છે. કોરોનાના કેસ પહેલાં કરતાં વધુ સામે આવી રહ્યા છે તો બીજીબાજુ આ બીમારીથી મરનારનો આંકડો પણ વધ્યો છે. તો કોરોનાને લઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો છે. બંગાળ ચૂંટણી પ્રચાર દરમ્યાન પણ રાહુલ ગાંધીએ કોરોનાની તૈયારીઓને લઇ સરકાર પર પ્રશ્ન કર્યા હતા.

રાહુલ ગાંધીએ શનિવાર ટ્‌વીટ કરતાં લખ્યું કે સ્મશાન અને કબ્રસ્તાન બંને જે કહ્યું તે કર્યું. થોડાંક દિવસ પહેલાં જ બંગાળ ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ આકરાં પ્રહારો કર્યા. બંગાળની એક ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીએ કોરોના કાળમાં પણ ગરીબ મજૂરોની મદદ કરી નહોતી જે પોતાના ઘરે પાછા ફરવા માંગતા હતા. મોદીએ અર્થતંત્રને પાટા પર લાવવાના નામ પર માત્ર પોતાના ઉદ્યોગપતિઓની મદદ કરી. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની કોવિડ નીતિ પર પ્રશ્ન ઉભા કરતાં લખ્યું કે તુગલકી લોકડાઉન લગાવો. આ પહેલું ચરણ હતું. બીજું ઘંટડી વગાડો અને ત્રીજું પ્રભુના ગુણ ગાવો.