દિલ્હી-

કોરોના મહામારી અને લોકડાઉન દરમિયાન પેસેન્જર્સ ટ્રેનની સેવા બંધ કરવાને લીધે ભારતીય રેલવેને આશરે 35,000 કરડો રુપિયાનું ભારે નુકસાન થવાની ભીતિ છે. હાલમાં રેલવે 230 સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરી રહી છે. રેલવે બોર્ડનુ કહેવુ છે કે રેલવેનું સંચાલન માલગાડીના સંચાલનથી થતી આવકને આધારે કરવામાં આવી રહ્યુ છે.

રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમારનુ કેહવુ છે કે ગત નાણાકીય વર્ષમાં રેલવેની પેસેન્જર્સ ટ્રેનોથી કમાણી આશરે 50,000 કરોડ રુપિયા હતી, પરંતુ આ વર્ષે ભારે નુકસાનનું અનુમાન છે. તેમના મુજબ સ્ટેટ અને લોકલ લેવલ પર કરવામાં આવી રહેલા લોકડાઉનને લીધે સ્થિતિ ગંભીર છે.

રેલવે હાલમાં માલગાડીઓના સંચાલનથી આવક મેળવી રહ્યુ છે, યાદવનું કહેવ હતું કે ગત નાણાકીય વર્ષની સરખામણીએ આ સેગમેન્ટમાં આવકનું પ્રમાણ 50 ટકા વધ્યુ હોવાનું અનુમાન છે. એવામાં પેસેન્જર ટ્રેનોના વિભાગમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે રેલવે એના માલગાડી વિભાગ પર આધાર રાખી રહ્યુ છે. રેલવેના અંદાજા મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં પેસેન્જર સેક્શનની કમાણી ગયા વર્ષની સરખામણીમાં 10-15 ટકા જ રહેશે.

બજેટમાં રેલવેએ અનુમાન લગાવ્યુ હતું કે માલગાડી સેક્શનથી તેની કમાણી 1.47 લાક કરોડ થશે અને પેસેન્જર સેક્શનથી 61 હજાર કરોડ રુપિયાની આવક થશે, પરંતુ લોકડાઉનને લીધે રેલવેએ તેના અનુમાનમાં સુધારા કર્યા છે.