વડોદરા, તા.૯

રાજમાતા શુભાંગીનીરાજે ગાયકવાડ દ્વારા (મરાઠા) રીતિ રિવાજ અને કર્મકાંડ બાબતે ખુબ જ ઉપયોગી પુસ્તકનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજે ગાયકાવાડે પણ આ પ્રસંગે ઓનલાઈન ઉપસ્થિતીઆપી હતી. આ પુસ્તકનું નામ ‘અંકુરા પાસુન માતી પર્યન્ત’ જેનો અર્થ બીજથી માટી સુધી એવો થાય છે. આ પુસ્તક હેમલતા ઈંદુલકરે લખેલ છે. હેમલતા ઈંદુલકરની ઉંમર ૮૦ વર્ષ છે અને ઉંમરના આ પડાવમાં પણ તેઓ હિન્દુ સંક્સૃતિના પ્રચાર માટે સતત કાર્યરત છે. હેમલતા ઈંદુલકર સ્વ.વિજયસિંહ ઈંદુલકરના પત્ની છે. જેઓ બરોડાના રણજી ટ્રોફીના ક્રિકેટર હતા અને સ્વ. મેજર બાપુસાહેબ સિંદેના પુત્રી અને બરોડા સ્ટેટના સ્વ.જનરલ નાનાસાહેબ સિંદેના પોત્રી છે. હેમલતાબેને એમ.એસ.યુનિવર્સિટિમાંથી બી.એ. પાસ કરેલ છે અને એન.સી.સી.માં પણ ભાગ લીધેલ હતો. નાનપણથી જ તેઓ હિન્દુ (મરાઠા) રીતિ રિવાજ અને કર્મકાંડ બાબતે રસ ધરાવે છે.