દિલ્હી-

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે આજે લદ્દાખ પ્રવાસના બીજા દિવસે લદ્દાખમાં ૬૩ માળખાકિય પ્રોજેક્ટ્‌સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રોજેક્ટ્‌સ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવવામાં આવ્યા છે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે કહ્યું કે દ્વારા બનાવવામાં આવતા રસ્તાઓ દેશના વિકાસની ગતિમાં વધારો કરવા જઈ રહ્યા છે. આજે(૨૮ જૂન) ૬૩ પુલો અને રસ્તાઓનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે જાે રાષ્ટ્રમાં રસ્તાઓ, રાજમાર્ગો અને પુલો બનાવવામાં નહીં આવે તો કોઈ પણ સંજાેગોમાં રાષ્ટ્રનો વિકાસ શક્ય નથી. તેથી જ હું કહું છું કે બીઆરઓએ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સંરક્ષણ પ્રધાને કહ્યું કે લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા બાદ આતંકવાદની ઘટનાઓ ઓછી થઈ છે. અહીં રોકાણો લાવવા અને માળખાગત સુવિધામાં સુધારો લાવવા કેન્દ્ર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આતંકવાદીઓને સેના દ્વારા આત્મસમર્પણ કરવાની તક આપવામાં આવે છે. આનાથી સૈન્ય અને સુરક્ષા જવાનોની સંવેદનશીલતાનું મોટું ઉદાહરણ હોઈ શકે નહીં. તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇચ્છે છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં રાજકીય પ્રક્રિયા શરૂ થાય. આ માટે તેમણે જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો સાથે વાત કરી છે. ટૂંક સમયમાં લદાખની જનતા સાથે પણ કરશે. આ દરમિયાન સંરક્ષણ પ્રધાને ગાલવાન ખીણાનો પણ ઉલ્લેખ કર્યો અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે આપણી સેનામાં બહાદુરી અને સંયમ છે. જ્યાં સંયમ રાખવાની જરૂર હોય ત્યાં સૈન્ય સંયમનો ઉપયોગ કરે છે.