રાજપીપળા, સમગ્ર વિશ્વ જ્યારે કોરોના જેવી મહામારીને લીધે નકારાત્મક થઈ રહ્યું હતું ત્યારે સંગીતના માધ્યમથી રાજપીપળાના રહેવાસી અને મુંબઈમાં સ્થાયી થયેલા સંગીતકાર શિવરામ પરમારે સોશિયલ મીડિયાના માધ્યમથી સતત ૧૦૧ દિવસ સુધી પોતાના સંગીત દ્વારા લોકોમાં સકારાત્મક ઊર્જા ફેલાવવાનું કાર્ય કર્યું હતું.શિવરામ પરમારના એ કાર્યને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.ત્યાર બાદ એન.ડી.ગ્રુપ ઓફ કંપની તથા જન કલ્યાણ સેવા ટ્રસ્ટ દ્વારા “રેવાના મોતી” દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા. 

ડિસેમ્બરમા શિવરામ પરમારને મુંબઈના વી કેર ફાઉન્ડેશન તરફથી સમાજ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.હાલમાં જ સાવરકુંડલાના યુવા ઉદ્યોગ પતિ અને સમાજ સેવી એવા ગુણવંત ભાઈ બગડાના હસ્તે “દેવ એજ્યુકેશન ટ્રસ્ટ” તરફથી “વિશિષ્ઠ પ્રતિભા પુરસ્કાર એવોર્ડ” થી સન્માનિત કરાયા હતા.દેવ એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણ સંસ્કાર અને સેવાની જ્યોત જલતી રાખીને સમાજ અને રાષ્ટ્ર માટે ઉમદા કાર્ય કરી રહ્યું છે.ભારત ભરમાં સેવાને સમર્પિત એવા મહાનુભાવોનું સન્માન રૂબરૂ જઈને કરવાની ની એક નવી પહેલની શરૂઆત ગુણવંત ભાઈ બગડાએ કરી છે.