ગાંધીનગર, સમગ્ર દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે બીજી તરફ દેશના રાજનેતાઓ આ વાયરસની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે રાજ્યસભાના સભ્ય શક્તિસિંહ ગોહિલને થોડાક વખત પહેલાં કોરોના થયો હતો. કોરોનાને મ્હાત આપી માંડ સ્વસ્થ થયેલાં શક્તિસિંહ ગોહિલની તબીયત લથડી છે. ફેફસામાં ઇન્ફેકશન થતાં તેમને મેડિકલ સુપરવિઝન હેઠળ રખાયાં છે. હાલ તેમના સમર્થકો અને પરિવારમાં ચિંતાનું મોજું ફેલાયું છે. 

દરમિયાન, આજે શક્તિસિંહ ગોહિલને ફેફસામાં ઇન્ફેકશન થયું હતું. તેમણે ઉઘરસ અને શ્વાસ ચડવાની ફરિયાદ કરી હતી જેના પગલે તેમને અમદાવાદ સ્થિત તેમના નિવાસસ્થાને જ ડોક્ટરોની દેખરેખ હેઠળ રખાયાં છે. તેમણે ખુદ આ વાતની પૃષ્ટિ કરી જણાવ્યું હતુંકે, ફેફસામાં ઇન્ફેકશનને કારણે સંપૂર્ણ સ્વસ્થ થતાં સમય લાગશે. થોડાક કોમ્પલિકેશન છે. કોંગ્રેસના નેતાઓએ પણ શક્તિસિંહ ગોહિલના ખબરઅંતર પૂછ્યા હતાં.