આણંદ : અમદાવાદ ગ્રામ્ય એસીબીએ ૩૧મી ડિસેમ્બરની મોડીરાતે લાંચિયા વહીવટદારને રંગહાથ ઝડપી લઈને ખરાં અર્થમાં નવાં વર્ષના આગમનની ઉજવણી કરી હતી. આણંદ - વિદ્યાનગર રોડ ઉપર આવેલી હેવમોર હોટલમાં લાંચના છટકાનું આયોજન કરીને એન્ટિ-કરપ્શન બ્યૂરોએ અમદાવાદ રેન્જના આરઆર સેલના વહીવટદાર એએસઆઇ પ્રકાશસિંહને ૫૦ લાખની લાંચમા પ્રકરણમાં રંગેહાથે ઝડપી પાડ્યો હતો. ૩૧મીની મોડીરાતે જ વાત વાયુવેગે ફેલાઈ જતાં નવાં વર્ષના આગમનટાણે ફરજમાં લાગેલાં આણંદ જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો. 

સૂત્રોના જણાવ્યાં મુજબ, ૨૦૨૧ના નવાં વર્ષની ઉગતી સવારે જ પ્રકાશસિંહના આણંદના વઘાસી રોડ પર આવેલાં ઘર તેમજ ઓફિસ પર એસીબીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન અનેક વાંધઆજનક દસ્તાવેજાે મળ્યાં હતાં. અમદાવાદ આરઆર સેલે ગત ૨૨ ડિસેમ્બરે ખંભાત નજીક આવેલાં કંસારી જીઆઇડીસીમાં રેડ કરીને નકલી ખાતર બનાવવાનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું હતંુ. આ અંગે ખંભાત શહેર પોલીસ મથકે ૪૧ વન ડી, ૧૦૨ મુજબ ગુનો દાખલ કરાવીને આરઆર સેલે તપાસ હાથ ધરી હતી. એએસઆઇ અને આરઆર સેલના વહીવટદાર પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલે નકલી ખાતરની ફેક્ટરીના માલિક પાસે આરોપી તરીકે નામ નહીં લેવાં બાબતે ૬૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. આ અંગે એસીબીમાં ફરિયાદ કરવામાં આવતાં ૩૧મી ડિસેમ્બરે રાતે લાંચની રકમ આપવાનું કહી આણંદ, ખેડા અને અમદાવાદ એસીબીએ સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડવા છટકું ગોઠવ્યું હતું. આ છટકાં અનુસાર અમદાવાદ ગ્રામ્યના એસીબી પીઆઇ એસ.એમ. પટ્ટની અને તેમની ટીમ આણંદ આવી હતી. ૩૧મીની ઉજવણી પર પ્રતિબંધ હોવાથી રાત્રીનાં સુમારે વિદ્યાનગર રોડ ઉપર આવેલી હેવમોર હોટલમાં પ્રકાશસિંહને લાંચની ૫૦ લાખની રકમ આપવા બોલાવવામાં આવ્યો હતો. દરમિયાન એસીબીના જવાનો આજુબાજુ ગોઠવાઈ ગયાં હતાં. ૫૦ લાખની લાંચ લેતાં પ્રકાશસિંહને રંગેહાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

સૂત્રોનું કહેવું છે કે, પ્રકાશસિંહ ઝડપાતાં જ થર્ટીફર્સ્ટની ઉજવણીની બંદોબસ્તમાં જાેતરાયેલી આણંદ જિલ્લા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. વાયુવેગે આ વાત આખા ગુજરાતમાં ફેલાઈ ગઈ હતી. એસીબીની ટીમોએ ત્યારબાદ પ્રકાશસિંહના વઘાસી રોડ ઉપર આવેલાં સિદ્ધિવિનાયક સોસાયટી સ્થિત મકાન, લોટીયા ભાગોળ ખાતે આવેલાં એક કોમ્પ્લેક્સની ઓફિસ સહિત કેટલીક જગ્યાઓએ સર્ચ હાથ ધરી હતી. આ દરમિયાન એસેબીને મોંઘા આઇફોન, કાર સહિત મિલકતોના દસ્તાવેજાે વગેરે હાથ લાગ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જાેકે, આ અંગે એસીબી દ્વારા હજી સુધી સત્તાવાર કોઈ વિગતો આપવામાં આવી નથી. એસીબીના સૂત્રોનું કહેવું છે કે, કરોડોની અપ્રમાણસર મિલકત મળી આવવાની શક્યતા છે.

પ્રકાશસિંહે ભ્રષ્ટાચાર આચરીને કેટલી મિલકતો ઊભી કરી?

વહીવટદાર તરીકે પ્રખ્યાત પ્રકાશસિંહે ભ્રષ્ટાચારની રકમમાંથી કરોડો રૂપિયાની મિલકતો ઊભી કરી હોવાની ચર્ચા છે. આણંદ વિદ્યાનગર રોડ ઉપર રેસ્ટોરાં, મોબાઇલનો સ્ટોર, વિદ્યાનગર રોડ ઉપર જ બીજી અનેક દુકાનો અને વિશાલ બંગલો. આ સાથે ભરૂચમાં હોટલ સહિત આણંદ અને અન્ય જિલ્લાઓમાં કરોડો રૂપિયાની બેનામી મિલકતો ઊભી કરી હોવાની ચર્ચા છે.

એસીબીની ટ્રેપનો રેલો આઇપીએસ ઓફિસરો સુધી જશે?

ગુજરાતના ઈતિહાસમાં ૫૦ લાખની લાંચની રકમની સફળ ટ્રેપ કરનાર એસીબીના અધિકારીઓ અને કર્મચારીઓએ અત્યંત ગુપ્ત રીતે કોઈને પણ ગંધ ના આવે તે રીતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. આ અંગે આણંદ એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, જેમાં કેટલાંક આઇપીએસ ઓફિસરો સહિત મોટાં માથાંઓના નામો પણ ખુલવાની પૂરેપુરી શક્યતાઓ જાેવાઈ રહી છે.

પ્રકાશસિંહ કોના ઈશારે વહીવટદાર બન્યો?

આણંદ જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલથી નોકરીની શરૂઆત કરનારો પ્રકાશસિંહ પોતાની આવડતથી જિલ્લામાં ફરજ પર આવતાં અધિકારીઓનો માનીતો બની ગયો હતો. પ્રકાશસિંહે ભૂતકાળમાં આણંદ ટાઉન પોલીસ, એલસીબી પોલીસના વહીવટદાર તરીકે મોટાં ખેલ પાડ્યાં હોવાની ચર્ચા છે. જિલ્લામાં દારૂ, જુગારના અડ્ડાઓ સહિતની વિવિધ ગેરકાયદે ગતિવિધિઓ પોલીસ અધિકારીઓના ઈશારે મેનેજ કરતો હોવાની વાતો પણ વહેતી થઈ છે.

પ્રકાશસિંહને લઠ્ઠાકાંડ વખતે પણ છાંટા ઉડ્યાં હતાં?

અમદાવાદમાં લઠ્ઠાકાંડ વખતે મોગર પાસે કુખ્યાત જયેશ ઠક્કરે દારૂમાં ભેળવવા માટેનું કેમિકલ સપ્લાય કર્યું હોવાનું ખુલતાં આ પ્રકરણમાં પ્રકાશસિંહે મુખ્ય આરોપી જયેશ ઠક્કરને મદદ કરી હોવાના છાંટા ઉડ્યાં હતાં. જાેકે, એ વખતે મોટાં અધિકારીઓના ચાર હાથ હોવાથી પ્રકાશસિંહ બચી ગયો હોવાની પણ ચર્ચા છે. તે વખતે તત્કાલીન એસપી ગગનદીપ ગંભીરે પ્રકાશસિંહની જિલ્લા બહાર બદલી કરી નાખી હતી. જાેકે, મોટાં અધિકારીઓનો માનીતો હોવાથી ફરી પોતાના સ્થાને ગોઠવાઈ ગયો હતો, એવી પણ ચર્ચા આણંદના પોલીસબેડામાં છે.