વડોદરા : વારંવાર વિવાદોમાં આવતા સિટી પોલીસ મથકમાં ગત મોડી રાત્રિએ લોકઅપમાં રહેલા આરોપીએ ઝેરી દવા પી લઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેના પગલે આરોપીના સગાસંબંધીઓએ ભારે હોબાળો મચાવી લોકઅપમાં ઝેરી દવા કેવી રીતે પહોંચી અને પોલીસે આરોપીને ખોટી રીતે પકડ્યો હોવાની રજૂઆત કરી હતી. શહેરના સિટી પોલીસ મથકના લોકઅપમાં ઘરેલું ઝઘડામાં અટકાયત કરેલા યુવાને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેને ૧૦૮ મારફતે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.સિટી પોલીસ મથક વિસ્તારમાં થયેલા ઘરેલું ઝઘડા મુદ્દે પોલીસે મુકેશ રાવળની અટકાયત કરી હતી. મુકેશ રાવળની અટકાયત બાદ તેને પોલીસ દ્ધારા સિટી પોલીસ મથકના લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. લોકઅપમાં રાખવામાં આવેલા મુકેશ રાવળે ગણતરીના કલાકોમાં જ ઝેરી દવા ગટગટાવી લેતાં પોલીસ મથકમાં ભાગદોડ મચી ગઈ હતી. યુવાને લોકઅપ રૂમમાં ઝેરી દવા પી લેતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. પોલીસે મુકેશ રાવળને લોકઅપમાંથી બહાર કાઢીને ૧૦૮ મારફતે સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘરેલું ઝઘડામાં મુકેશ રાવળની અટકાયત કરતી સિટી પોલીસ મથક સામે આરોપીના મોટાભાઇએ સવાલ ઉઠાવ્યા હતા.આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ દોડી આવ્યા હતા અને પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ ઉપરાંત પરિવારજનોએ પોલીસ મથકમાં આક્રંદ કરી મૂકયું હતું. કર્યું હતું. મુકેશના મોટા ભાઇ હિતેશ રાવળે જણાવ્યું હતું કે, અમારો ઘર-ઘરનો ઝઘડો હતો. જેમાં મારા ભાઇનું ખોટું નામ લખાવ્યું હતું. જેથી કંટાળીને મારા ભાઇએ ઝેર દવા પી લીધી હતી, તેને ખોટું કામ કર્યું નથી તેમ છતાં તેને લોકઅપમાં પૂરી દેતાં તેને આ પગલુ ભર્યું હોવાનું જણાવ્યું હતું.