ગોધરા : ગોધરાની સરકારી નર્સીગ સ્કૂલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીનું મોત થતા સગા સંબંધીઓ સહિતના લોક ટોળા કોવિડ પોઝિટિવ વોર્ડમાં ઘુસી ગયા હતા મોટી સંખ્યામાં કોવિડ પોઝિટિવ વોર્ડમાં દર્દી સિવાયના અન્ય લોકો હોવાની માહિતી જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટરે અચાનક કોવિડ કેરની મુલાકાત લીધી હતી દરમ્યાન ૩૦ ઉપરાંત લોકોની પોલીસ ધ્વારા અટકાયત કરવામાં આવી હતી ઉપસ્થિત લોકોનો એન્ટીઝન ટેસ્ટ કરવામાં આવતા એક વ્યક્તિનો એન્ટીઝન રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ગોધરા શહેર સહીત પંચમહાલ જીલ્લામાં કોરોના સંક્રમણ રોકેટગતિએ વધી રહ્યું છે જેને લઈ તંત્રની ચિંતામાં વધારો થયો છે સરકારી તથા પ્રાઈવેટ હોસ્પિટલો દર્દીઓ થી ઉભરાય છે મોડી સાંજે ગોધરાની સરકારી નર્સીગ સ્કૂલમાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં દર્દીનું મોત થતા સગા સંબંધીઓ સહિતના લોક ટોળા કોવિડ પોઝિટિવ વોર્ડમાં ઘુસી ગયા હતા મોટી સંખ્યામાં કોવિડ પોઝિટિવ વોર્ડમાં દર્દી સિવાયના અન્ય લોકો હોવાની માહિતી જિલ્લા કલેકટરને મળતા જિલ્લા કલેકટરે અચાનક કોવિડ કેરની મુલાકાત લીધી હતી અને સ્થિતિ અંગે સ્ટાફ સાથે જરૂરી સમિક્ષા કરી હતી કોવિડ કેર સેન્ટર ખાતે પહોંચેલા કલેકટરએ કોવિડ પોઝિટિવ વોર્ડમાં ફરતા લોકોને બહાર કાઢી તમામને એન્ટીઝન ટેસ્ટ કરવો તે અંગેની સુચના આપી હતી દરમ્યાન પોલીસે ૩૦ ઉપરાંત લોકોની અટકાયત કરી હતી સ્થળ પર જ ઉપસ્થિત લોકોના કરવામાં આવેલા એન્ટીઝન ટેસ્ટમાંથી ૧ વ્યક્તિનો એન્ટીઝન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જેના પગલે ઉપસ્થિત લોકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો...