નાગપુર

હૈદરાબાદ એર એમ્બ્યુલન્સનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન વિમાનમાં એક ડોક્ટર અને દર્દી હાજર હતા.મળતી માહિતી મુજબ, ટેક ઓફ દરમિયાન એર એમ્બ્યુલન્સનું એક પૈડું અલગ થઈ ગયું હતું. ક્રૂએ પુષ્ટિ આપી હતી કે પાઇલટ્સે લેન્ડિંગ ગિયરનો ઉપયોગ કર્યા વિના એર એમ્બ્યુલન્સનું 'પેટ લેન્ડિંગ' હાથ ધર્યું હતું. આ એર એમ્બ્યુલન્સ નાગપુરથી હૈદરાબાદ ગઈ હતી.આ મેડિકલ ફ્લાઇટમાં પાંચ લોકો હતા. આ ફ્લાઇટમાં ક્રૂના 2 સભ્યો, એક ડોક્ટર, દર્દી અને તબીબી સહાયક હતા. 


વિમાનને મુંબઇ એરપોર્ટ પર આ નોન શિડ્યુલ ફ્લાઇટને રાત્રે 9 ક્લાકે સુરક્ષિત ઇમરજન્સી લેડિંગ અંતર્ગત ઉતારવામાં આવી હતી. મુંબઇમાં ઇમરજન્સી લેન્ડિંગ બાદ તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.