ઝાલોદ

ઝાલોદ નગરમાં નગરપાલિકાના ચીફ ઓફિસર સફાઈ કામદારો ના પ્રશ્નોને લઈને ગયેલા એક કાઉન્સિલર વચ્ચે થયેલ તું તું મે મે ના કારણે વિફરેલા ઝાલોદ નગરપાલિકાના સફાઇ કામદારોએ સમગ્ર ઝાલોદને બાનમાં લીધુ હોય તેમ ઝાલોદ નગરના હિતને નેવે મૂકી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જતા હડતાલના આજે ચોથા દિવસે નગરમાં ઠેરઠેર કચરાના ઢગ થઈ જતા અને ગટરો ઉભરાતા ગટરોના દુર્ગંધ મારતા ગંદા પાણી નજરના રસ્તા ઉપર રહેતા હતા. નગરમાં રોગચાળો ફેલાવાની શક્યતાઓ ડોકાઈ રહી છે. ઝાલોદ નગરના હિતને ધ્યાનમાં રાખી બંને પક્ષો દ્વારા સમાધાનનો માર્ગ અપનાવી સુખદ નિકાલ રાખવામાં આવે તે સૌના હિતમાં છે. હાલ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. એમાય વળી કોરોનાના કેસોમાં દાહોદ પછી ઝાલોદનો નંબર આવે છે. કોરોનાનો ભય હંમેશા સૌ નગરજનોને સતાવી રહ્યો છે. આવી મહામારીના સમયમાં પડતા પર પાટુ ની જેમ ઝાલોદ નગરપાલિકાના સફાઇ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા નગરનું સફાઈ કામ ઠપ થઈ જવા પામ્યું છે. જેના કારણે ઠેર ઠેર કચરાના ઢગ જાેવા મળી રહ્યા છે.