વડોદરા, તા.૪

મધરાતથી ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટમાં વડોદરા આવવા પહોંચેલા ૧૨૦ જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાઇ જતાં મુશ્કેલીમાં મુકાયા હતા. આઇએની સવારે ૪ઃ૩૦ કલાકની ફ્લાઈટ કલાકો મોડી પડતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એરપોર્ટમાં બેસી રામધૂન કરી હતી. એરલાઈન્સર્ન કર્મચારીઓએ વિઝિબિલિટીનું કારણ આપતા ઓથોરિટીના જવાબ સામે મુસાફરોએ રોષ વ્યક્ત કરતાં કહ્યું હતું કે, જાે ઇન્ડિગોનું પ્લેન લેન્ડ થઇ શકતું હોય તો એરઇન્ડિયાનું પ્લેન કેમ લેન્ડ ન થઇ શકે? મુસાફરોએ ઓથોરિટી સંતોષકારક જવાબ આપવાના બદલે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યોનો આક્ષેપ પણ આક્ષેપ કર્યો હતો.

દેશ-વિદેશથી વડોદરા આવવા માટે દિલ્હી એરપોર્ટ ઉપર આવેલા ૧૨૦ મુસાફરો આઇએની ફ્લાઈટ નિર્ધારિત સમયે ઉડાન ન ભરતાં અટવાઇ ગયા હતા. ફ્લાઇટનો ઉડાન ભરવાનો સમયે વહેલી સવારે ૪ઃ૩૫નો હતો. પરંતુ, ઓથોરિડીએ વિઝિબિલિટીનું કારણ આપી સવારે ૭ઃ૫૦નો ટાઇમ જાહેર કર્યો હતો. ત્યાર બાદ સવારે ૯ઃ૧૦નો ટાઇમ આપ્યો હતો. અવાર-નવાર ટાઇમ બદલવા છતાં, પ્લેન સમયસર ઉડાન ન ભરતા મુસાફરોએ એરપોર્ટ પર બેસી જઇ રામધૂન કરી રોષ ઠાલવ્યો હતો. મુસાફરોએ હોબાળો મચાવતા આખરે ફ્લાઈટ સવારે ૯ઃ૧૦ કલાકે દિલ્હીથી ટેકઓફ કરીને ૧૧ વાગ્યે વડોદરા પહોંચી હતી.

ઈન્ડિગોની ફ્લાઈટ લેન્ડ કરી શકતી હોય તો ઈન્ડિયન એરલાઈન્સની કેમ નહીં?

રોષે ભરાયેલા મુસાફરોેે હોબાળો મચાવી રજૂઆત કરતા કહ્યુ હતુ કે,અમે વડોદરાના ૧૨૦ જેટલા મુસાફરો દિલ્હી એરપોર્ટ ઉપર અટવાઇ ગયા છે. એરપોર્ટ ઓથોરીટી વિઝીબિલીટીનું કારણ આપી રહી છે. પરંતુ, ઈન્ડિયન એરલાઈન્સ બાદનો શીડ્યુલ હોવા છતા જાે ઇન્ડીગાનીે ફ્લાઇટ લેન્ડ કરી શકતી હોય તો ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ ઉડાન કેમ ભરી ન શકે ? તેવી રજૂઆત પણ કરી હતી.

શિકાગોથી માતાના અંતિમસંસ્કાર માટે આવેલો દીકરો રડી પડ્યો

એરપોર્ટ પર અટવાઈ ગયેલા મુસાફરોએ કહ્યુ હતુ કે, ઓથોરીટીને ખબર નથી પડતી કે, ૧૨૦ મુસાફરો પૈકી કેટલાંક મુસાફરો કયા કામ માટે જઇ રહ્યા છે. શિકાગોથી આવેલા એક મુસાફર માતાની અંતિમ ક્રિયામાં જવા માટે નીકળ્યા હતા. પરંતુ, તે સમયસર પહોંચી શક્યા નથી. શિકાગોથી આવેલા મુસાફર માતાના અંતિમ સંસ્કારમાં પહોંચી શકે તેવી શક્યતા ન જણાતા રડી પડ્યા હતા. શિકાગોના મુસાફરે પણ ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી સામે રોષ વ્યક્ત કર્યો હતો.