વડોદરા, તા.૩

ગુજરાત રાજ્યના નાણાં સહ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા વિધાનસભામાં રજુ કરાયેલા રાજ્યના ઇતિહાસના અત્યાર સુધીના સૌથી મોટા એવા વિક્રમજનક રૂપિયા ૨,૨૭,૦૨૯ કરોડના બજેટમાં વડોદરા શહેરને વિવિધ યોજનાઓને માટે ખાસ ફાળવણી કરવામાં આવી છે.

જેમાં ખાસ કરીને વડોદરાની મુલાકાત દરમ્યાન નીતિન પટેલે આપેલા વચનને નિભાવીને શહેરની સયાજી જનરલ હોસ્પિટલ -એસએસજી હોસ્પિટલમાં રૂપિયા ૧૮૨ કરોડના ખર્ચે મેટરનિટી ચાઈલ્ડ હોસ્પિટલ ઉભી કરવામાં આવશે. તેમજ વડોદરામાં વધુને વધુ ટુરીસ્ટો આવે તેમજ શહેર એક ટુરીસ્ટ સેન્ટર તરીકે વિકશે એના માટે પણ જાેગવાઈ કરવામાં આવી છે. જેમાં શહેરના ન્યાય મંદિર ખાતેના મ્યુઝીયમમાં ૫ કરોડના ખર્ચે લાઈટ એન્ડ સાઉન્ડ શો શરુ કરવાને માટે પણ ફાળવણી કરવામાં આવી છે.

એ સિવાય સમગ્ર રાજ્યના ૬૬ લાખ જેટલા રેશન કાર્ડ ધારકોને પ્રતિ વર્ષ ૧૨ કિલો તુવેરની દાળ એકઅપવાનો વાયદો કરવામાં આવ્યો છે.એનો શહેરના ત્રણ લાખ ઉપરાંત લાભાર્થીઓને લાભ થશે. એ સિવાય વડોદરાને જે આપવામાં આવ્યું છે.એને આવકારતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મનીષ બક્ષીએ જણાવ્યું હતું કે, શહેરને રાજ્ય સરકારના બજેટમાં એગ્રિકલચર ઓર્ગેનિક માર્કેટ માટે ૫ કરોડ, બલ્ક પાઈપલાઈન સ્કીમ, ઔદ્યોગિક કચરાના નિકાલને માટે જે જાેગવાઈ કરવામાં આવી છે.એ આવકારદાયક છે. વડોદરા સ્માર્ટ સિટીના ડેવલોપમેન્ટને માટે અને લાઈટ મેટ્રો પ્રોજેક્ટની જાહેરાતથી આગામી દિવસોમાં શહેરને ફાયદો થશે એ નક્કી છે. શહેરમાં રૂપિયા ૧૨ કરોડના ખર્ચે બાબા સાહેબ આંબેડકર સંકલ્પ સ્મારક અને કીર્તિ મંદિરના વિકાસને માટે બજેટમાં ફાળવણી કરેલ છે. એને લઈને શહેરમાં ટુરિઝમનો વિકાસ થવાની આશા વ્યક્ત કરી છે. આ ઉપરાંત વડોદરાના મ્યુઝિયમ ખાતે

લાઈટ એન્ડ સાઉન્ડ શો શરુ કરવાને માટેની પણ બજેટમાં જાેગવાઈ કરાઈ છે. જે પ્રશંશનીય છે. આ બજેટમાં જે ત્રણ નવી પોલિસીની જાહેરાત કરવામાં આવી છે.એમાં ઔદ્યોગિક પોલિસી, ટુરિઝમ પોલિસી અને આગામી દિવસોમાં જાહેર થનાર સોલાર પોલીસીને લઈને રાજ્યના ઔદ્યોગિક ક્ષેત્રને માટે આ તમામ પોલિસીઓ લાભકારક બની રહેશે એમ તેઓએ ઉમેર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે રૂ.૨,૨૭,૦૨૯ કરોડના વિક્રમજનક બજેટમાં રૂ.૫૨૭ કરોડની પુરાંત આપી છે. જે મહત્વની બાબત છે. આ બજેટમાં રૂ.૩૨,૦૦૦ કરોડ શૈક્ષણિક ક્ષેત્રે, રૂ.૧૧,૦૦૦ કરોડ આરોગ્ય ક્ષેત્રે, રૂ.૧૩,૦૦૦ કરોડની અર્બન ડેવલોપમેન્ટ ક્ષેત્રે તથા માર્ગને માટે રૂ.૧૧,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

દહેજ ખાતે કેમિકલ પોર્ટ ટર્મિનલના વિસ્તૃતિકરણ માટે રૂપિયા૧૨૦૦ કરોડની જાેગવાઈ કરાઈ

જંબુસર ખાતે બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક બનાવવાની જાહેરાત આજે રાજ્યના બજેટમાં કરવામાં આવી છે. બલ્ક ડ્રગ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ઉભો થવાના પગલે મધ્ય અને દ. ગુજરાતની કેમિકલ અને ફાર્મા સેકટર માટે જાણીતી અંકલેશ્વર, નંદેસરી, વડોદરાની જીઆઇડીસીને પણ ફાયદો થશે. જંબુસર ખાતે બલ્ક ડ્‌ર્ગ ઇન્ડસ્ટ્રિયલ પાર્ક ઉભો કરવામાં આવનાર છે. જેમાં ફાર્મા સેકટરની કંપનીઓ દ્વારા આગામી સમયમાં નવું મૂડીરોકાણ આવશે તેમ ઉદ્યોગ જગતના નિષ્ણાતો માને છે. જ્યારે દહેજ ખાતે હાલમાં આવેલા કેમિકલ પોર્ટ ટર્મિનલનું વિસ્તૃતિકરણ કરવામાં આવશે. જે માટે રાજ્ય સરકારે રૃ.૧૨૦૦ કરોડ ફાળવ્યા છે. આ પોર્ટ ખાતે હાલમાં એક જેટી કાર્યરત છે. હવે વિસ્તૃતિકરણ બાદ બીજી જેટી પણ કાર્યરત થતાં આયાત નિકાસ ઝડપી બનશે. દહેજ પોર્ટ ખાતે ખાસ કરીને એલએનજી ગેસ આયાત કરવામાં આવે છે. આ ઉપરાંત અન્ય કેમિકલની પણ આયાત કરવાં આવશે. મહીસાગર જિલ્લામાં લુણાવાડા નજીક જીઆઇડીસી ઉભી કરવામાં આવશે. આ જીઆઇડીસી માટે જમીન સંપાદન સહિતની કામગીરી આગામી સમયમાં શરૃ થશે. મહીસાગર જિલ્લામાં ઉદ્યોગોની સ્થાપના માટે સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને પણ જીઆઇડીસી દ્વારા પાયાની સગવડો ઉભી કરાતા સવલત મળશે.

પંચમહાલ - મહિસાગરમાં સિંચાઇની સુવિધા માટે રૂા.૧૮૫ કરોડ ફાળવાયા

પંચમહાલ જિલ્લાના શહેરા,ગોધરા, કાલોલ, ઘોઘંબા અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સિંચાઇની સુવિધા વધારવા માટે રૃ.૧૮૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ વિસ્તારમાં પાનમ જળાશય અને ઉચ્ચ સ્તરિય કેનાલ યોજના દ્વારા ખેડૂતોને સિંચાઇનો લાભ આપવામાં આવશે.

 પંચમહાલ જિલ્લાના જાંબુઘોડામાં દીપડા માટે મેગા રેસ્ક્યૂ સેન્ટર ઊભું કરાશે

દાહોદ - પંચમહાલ અને વડોદરા –છોટાઉદેપુર જિલ્લામાં દીપડાઓની સંખ્યા વધી રહી છે.જાંબુઘોડાના અભ્યારણ્ય વિસ્તારની પસંદગી થઇ છે. રાજ્ય સરકારે અમરેલી અને જાંબુઘોડામાં રૃ. ૭ કરોડના ખર્ચે દીપડાના રેસ્ક્યુ માટે યોજના તૈયાર કરી છે. જે માટે રૃ.૭ કરોડની જાેગવાઇ કરવામાં આવી છે.

મધ્ય ગુજરાતમાં બલ્ક પાઇપલાઇન યોજના માટે રૂા.૯૬૮ કરોડની ફાળવણી

પાણી પુરવઠા વિભાગ દ્વારા રાજ્યમાં વડોદરા, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, પંચમહાલ, સુરત,નવસારી અને વલસાડ જિલ્લાના ગામોમાં સરફેસ સોર્સ દ્વારા જૂથ પાણી પૂરુ પાડવા માટે યોજના તૈયાર કરાઈ રહી છે. આ યોજનાના ભાગરૃપે રૃ.૯૬૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

પાવાગઢ-માંચીના વિકાસ માટે

રૂા. ૩૧ કરોડની જાેગવાઇ

 યાત્રાધામ પાવાગઢ દર વર્ષે હજારો ભક્તો કાળકા માતાના દર્શને આવે છે, ત્યારે યાત્રાળુઓની સુવિધા વધારવા માટે સરકારે રૃ.૩૧ કરોડની જાેગવાઇ કરી છે. યાત્રાધામ વિકાસ બોર્ડ તથા પંચમહાલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પાવાગઢની વિકાસ યોજના તૈયાર કરવામાં આવી છે.

કડાણા-દાહોદ પાઇપલાઇન યોજનામાં સંજેલી-બારિયાનો સમાવેશ કરાયો

દાહોદ જિલ્લાના અન્ય તાલુકાઓ જેવા કે સંજેલી, સિંગવડ, ધાનપુર અને દેવગઢબારિયા તાલુકાની ૪૫૦૦ હેકટર જમીનને સિંચાઇ હેઠળ આવરી લેવા માટે રૃ.૨૨૬ કરોડની યોજના સિંચાઇ વિભાગે તૈયાર કરી છે. આ યોજનાના ભાગરૃપે રૃ.૧૧૦ કરોડની જાેગવાઇ આ વર્ષે કરવામાં આવી છે.

એફજીઆઈ દ્વારા ગુજરાત રાજ્યના બજેટને આવકારાયું

ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ -એફજીઆઈના પૂર્વ પ્રમુખ મનોહર ચાવલાએ ગુજરાત રાજ્યના બજેટ અંગે પ્રત્યાઘાત આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યનું વાર્ષિક બજેટ રૂ. ૨,૨૭,૦૨૯ કરોડનું રજુ કરવામાં આવ્યું છે.જે રાજ્યના આજ સુધી રજુ થયેલા બજેટમાં સૌથી મોટું બજેટ છે.જેમાં ઉદ્યોગોને લાગેવળગે છે ત્યાં સુધી વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ માટે કરવામાં આવેલી ઉદાર જાેગવાઈઓ ચોક્કસપણે પ્રશંસાપાત્ર છે. આ બજેટમાં રાજ્યમાં પોસ્ટ રોગચાળાની સર્જાયેલ વિકટ સ્થિતિ પછીથી વ્યવસાયિક સમુદાય અને રહેવાસીઓને ટકાવી રાખવા પ્રયત્નોનું વચન આપી રહી છે. જંબુસર ખાતેના બલ્ક ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક ઉદ્યાન અને રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ ઇન્ડસ્ટ્રીયલ ઔદ્યોગિક પાર્ક અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આયોજિત નવી જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતો આવકાર્ય છે. આ ઉપરાંત વિવિધ પર્યટન સ્થળોને વિકસિત કરવાની યોજના ઉપરાંત આવા પર્યટન સ્થળો પર હેલિપોર્ટ્‌સના આયોજન અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની રૂપિયા ૧૫૦૦ કરોડની જાેગવાઈ રાજ્યના પર્યટન ક્ષેત્રને વેગ આપવા માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.એવો દ્રઢ વિશ્વાસ મનોહર ચાવલાએ વ્યક્ત કર્યો હતો

૨૦૨૦-૨૧ના રાજ્ય સરકારના વિકાસલક્ષી બજેટને ભાજપ શહેર પ્રમુખે આવકાર્યું

ગુજરાતમાં ભાજપાના વિજય બાદ નાણામંત્રી નીતિન પટેલ દ્વારા બજેટ ૨૦૨૦-૨૧ રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણ, આરોગ્ય, ખેતી સહિત વિવિધ આયોજનને આવરી લેતા બજેટને સર્વત્ર આવકાર આપ્યો છે, જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યું છે તેમજ સમાજના તમામ વર્ગને આવરી લેતા બજેટને વડોદરા શહેર અધ્યક્ષ ડો. વિજય શાહે પણ આવકાર્યું છે અને બજેટ પ્રજાલક્ષી, વિકાસલક્ષી અને આવનાર ભવિષ્યમાં ગુજરાત નવી ઊંચાઈ સુધી લઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.