વડોદરા : આરએસપી દ્વારા કોવિડ-૧૯ની ગાઈડલાઈન અંતર્ગત અને નિયમો અનુસાર નરસિંહજી ભગવાનની નગરયાત્રાએ રાત્રિ કરફયૂ દરમિયાન મંજૂરી આપવા માટેની લેખિત રજૂઆત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી કરી છે. શહેરમાં વરસોથી પરંપરાગત પ્રથા અનુસાર ભગવાન નરસિંહજીનો વરઘોડો નગરયાત્રાએ નીકળે છે જેનાથી શહેરમાં સુલેહ શાંતિ, સુખસંપન્ન તેમજ નિરોગીમય શહેર રહી પ્રજા આનંદમાં રહે છે. 

આ વરસે કોરોના મહામારી કોવિડ-૧૯ અંતર્ગત ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સના નિયમો અંતર્ગત રાત્રિ કરફયૂના સમયમાં મંદિરના પુજારીઓ, ટ્રસ્ટીઓ અને ચૂંટાયેલા સભ્યો વૈષ્ણવ સમાજના પ્રતિનિધિઓ સહિત માત્ર ૩૦ વ્યક્તિઓને મંજૂરી આપી પોલીસ રક્ષણ સાથે નગરયાત્રા મંદિરથી તુલસીવાડી સુધીની મંજૂરી આપવામાં આવે, જેથી ધાર્મિક આસ્થા અને પરંપરા જળવાઈ રહે અને હિન્દુ વિચારધારાનું સન્માન જળવાઈ રહે, એ માટે આરએસપીના અરવિંદ સિંધાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.