મુંબઈ

 આઈપીએલની ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ અને સુનિલ નરેન મંગળવારે ટીમના તાલીમ શિબિરમાં જોડાવા માટે મુંબઈ પહોંચ્યા હતા. બંને ખેલાડીઓએ મુંબઇ પહોંચ્યા પછી સાત દિવસનો પોતાનો ક્વોરન્ટીન સમયગાળો શરૂ કરી દીધો છે. બે વખતના આઈપીએલ ચેમ્પિયન કેકેઆરએ મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે આ બંને ખેલાડીઓ યુએસ થઈને મુંબઇ પહોંચ્યા છે.

નરેને કહ્યું જ્યારે પણ તમે આઈપીએલ વિશે વિચારો છો ત્યારે તમે ભારતનો વિચાર કરો છો. અહીં ફરી પાછા ફરવું મનોહર છે. આશા છે કે અમે ગત સીઝન કરતા વધુ સારું પ્રદર્શન કરીશું.

રસેલે કહ્યું અમે તમારી નજીક છીએ. ભલે તમે ઘરેથી જુઓ અથવા સ્ટેડિયમથી. તમે હંમેશાં પર્પલ અને ગોલ્ડને ટેકો આપશો. હવે અમે ક્યુરેન્ટાઇન તરફ જઇ રહ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે આપણે બાયો બબલમાં હોઈશું. અમે પહેલા પણ બાયો બબલમાં રહ્યા છે અને તેથી અમે તેના માટે માનસિક રીતે તૈયાર છીએ. " વિકેટકીપર બેટ્‌સમેન દિનેશ કાર્તિક, મદદનીશ કોચ અભિષેક નાયર, ફાસ્ટ બોલર કમલેશ નાગરકોટી અને બેટ્‌સમેન રાહુલ ત્રિપાઠી બે વાર વિજેતા કોલકાતાની ક્વોરેન્ટાઇન શરૂ કરતા પહેલા શનિવારે હોટલમાં પહોંચ્યા હતા. બીસીસીઆઈની માર્ગદર્શિકા અનુસાર બધા ખેલાડીઓ, સપોર્ટ સ્ટાફ અને ટીમ મેનેજમેંટને સાત દિવસ સુધી હોટેલમાં ક્વોરેન્ટાઇનમાં રોકાવું પડશે.