ગાંધીનગર-

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં અત્યાર સુધી સરદાર સરોવર ડેમમાંથી ૧૦ લાખ કયુંસેક કરતા વધુ પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂર આવ્યું હતું. સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરવામાં આવશે. ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદામાં પાણી છોડાયું છે. જેથી ૧૧ લાખ કયુંસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સંબોધનમાં આ માહિતી આપી છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, ૧૩૮ મીટરની સર્વોચ્ચ સપાટી સુધી સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરવામાં આવશે. હાલમાં નદીમાં ૧૦ લાખ ક્્યુસેક પાણી છોડાઈ રહ્ય્šં છે. અતિવૃષ્ટિમાં નિયમ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પહેલા સપ્ટેમ્બર માસમાં પણ ડેમ સંપૂર્ણ ભર્યો હતો.

વધુમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યં કે, લોકોને તકલીફ ના પડે એટલે ઓછું પાણી છોડી રહ્યા છીએ. આવતી કાલથી ડેમમાં વધારે પાણી ભરવાની મંજૂરી મળશે. અમે સંપૂર્ણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છીએ. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે ગુજરાતમા ચોમાસાના અપડેટ આપતા વધુમાં કહ્યું કે, એમ.પીથી છોડવામાં આવેલું પાણી સરદાર સરોવર ડેમમાં આવી રહ્ય્šં છે. કુલ ૧૧ લાખ ક્્યુસેક પાણી સરદાર સરોવર બંધમાં આવી રહ્યું છે. ૧૦ લાખ ક્્યુસેક પાણી નદીમાં છોડી રહ્યા છે.