ગાંધીનગર-

કલોલ તાલુકામાં આવેલી પંચવટી ગાર્ડન સિટીના બે મકાનોમાં ગેસ ભરાવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો. જેમાં બે મકાનો જમીનદોસ્ત થયા હતા. આ બ્લાસ્ટમાં સોસાયટીની આસપાસના મકાનોના પણ કાચ તૂટયા હતા, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાઇ ના હોવાના આક્ષેપ સાથે આજે બુધવાર સોસાયટીના રહીશોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મળતી માહિતી પ્રમાણે કલોલમાં જે બ્લાસ્ટ થયો હતો, તેમાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિક લોકોએ તંત્ર પર રોષ ઠાલવ્યો હતો અને તંત્ર દ્વારા હજી સુધી કોઈ જ પ્રકારના નક્કર પગલાં લેવામાં ન આવતા પંચવટી ગાર્ડન સિટીના રહીશો ઉપવાસ પર ઉતર્યા છે. કલોલ બ્લાસ્ટમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ ઘટના જ્યારે બની હતી, ત્યારે બે લોકોના મોત થયા હોવાના પણ અહેવાલો વહેતા થયા હતા, પરંતુ ગાંધીનગર કલેકટર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, આ ઘટનામાં ફક્ત એક જ વ્યક્તિનું મૃત્યુ થયું છે. જ્યારે બે વ્યક્તિઓને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ગાંધીનગરના કલોલ તાલુકામાં આવેલી પંચવટી ગાર્ડન સિટીના બે મકાનોમાં ગેસ ભરાવાના કારણે મોટો બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના કારણે બે મકાનો જમીનદોસ્ત થયા હતા. સોસાયટીમાં આસપાસના મકાનોના પણ કાચ તૂટયા હતા, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરાઇ ન હોવાના આક્ષેપ સાથે આજે બુધવાર સોસાયટીના રહીશોએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે.