અમદાવાદ-

વાલીઓ અને વિદ્યાર્થીઓ હજુ પણ સાવચેતી રાખવાના મૂડમાં: કોલેજોમાં 70 ટકા હાજરીની સરકારને આશા સોમવારથીરાજ્યમાં સ્કૂલો શરુ તો થઇ રહી છે પણ હજુ વિદ્યાર્થીઓ ની હાજરી પાંખી રહે તેવી દહેશત છે. સોમવારથી શરુ થનારી સ્કૂલો અને કોલેજોને લઈને હજુ પણ વિદ્યાર્થીઓના વાલીઓ થોભો અને રાહ જુઓના મોડમાં છે. એક બાજુ સરકારને એવી આશા છે કે 10 મહિના પછી શરું થનારી સ્કૂલોમાં ભણવા માટે મોટાભાગના વિદ્યાર્થીઓ જરુર આવશે જ્યારે બીજી તરફ વાલીઓ અને વિદ્યાર્થીઓ હજુ પણ સાવચેતી રાખવાના મૂડમાં છે. આ વચ્ચે એવું માનવામાં આવી રહ્યું છે કે સ્કૂલો અને કોલેજો ભલે ખૂલી જતી પરંતુ ક્લાસરુમમાં હાજરી તો પાંખી જ રહેશે. 

મોટાભાગે સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ખૂલી રહી છે. પરંતુ સામેની બાજુ આ વિદ્યાર્થીઓનો મોટાભાગનો કોર્સ ઓનલાઇન ક્લાસીસમાં જ પૂર્ણ થઈ ગયો છે. તેવામાં વિદ્યાર્થીઓ ભાગ્યે જ સ્કૂલમાં ફિઝિકલી આવવાનું પસંદ કરશે. તો કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષમાં છે તેમના માટે જ ક્લાસરૂમ અભ્યાસ ખૂલશે. જેને લઈને હાયર એન્ડ ટેક્નિકલ એજ્યુકેશનના સેક્રેટરી અંજુ શમર્એિ જણાવ્યું કે 70 ટકા વિદ્યાર્થીઓ કોલેજમાં જોવા મળશે. 

જ્યારે સ્કૂલોની બાબતોમાં કરવામાં આવેલ સર્વેમાં માત્ર 25 ટકા પેરેન્ટ્સ જ છે જેમણે પોતાના બાળકોને ક્લાસરુમમાં ફિઝિકલ અભ્યાસ માટે મોકલવાની ઇચ્છા દશર્વિી છે. જો આગામી દિવસોમાં વેક્સીન આવે અને કોરોનાની સ્થિતિમાં સુધાર આવે તો જ વધુ સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને સ્કૂલોમાં મોકલવા તૈયાર થશે તેવું લાગી રહ્યું છે. અમદાવાદ રુલરના શિક્ષણાધિકારી આર.આર. વ્યાસે કહ્યું કે, 'અમદાવાદ ગ્રામ્યામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. જેમાં પણ 25 ટકા જ વાલીઓ પોતાના બાળકોને 11 જાન્યુઆરીથી શરું થતી સ્કૂલોમાં મોકલવા તૈયાર છે. 75000થી 80000 વિદ્યાર્થીઓમાંથી માત્ર 20000 વિદ્યાર્થીઓને જ તેમના વાલીઓ તરફથી સ્કૂલોમાં જવા માટેનું ન વાંધા પત્રક મળી શકે છે.' તેમણે કહ્યું કે શહેરી વિસ્તારમાં પણ સ્થિતિ એક સમાન જ રહેશે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક સંઘના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું કે, '40 ટકા કરતા વધારે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ક્લાસરૂમ સ્ટડિઝમાં જોવા મળશે નહીં. બોર્ડના વિદ્યાર્થીઓના તો મોટાભાગના કોર્સ ઓનલાઈન ક્લાસીસમાં પૂરા કરી દેવામાં આવ્યા છે. તેમને જો કોઈ ડાઉટ હશે તો તે જ દૂર કરવા માટે સ્કૂલે આવશે બાકી આવશે નહીં.'