મુંબઇ,તા.૧૭ 

લદ્દાખ ખાતે ગલવાન ખીણમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે ઘર્ષણ લોહીયાળ થતા બંને દેશો વચ્ચે તંગદિલી વધી છે. આ ગંભીર પરિÂસ્થતિઓમાં આજે ઘરેલુ શેરબજારમાં ટ્રેડિંગ દરમિયાન દબાણ જાવા મળ્યું. રોકાણકારોમાં ચિંતા સર્જાતા વેચવાલીમાં વધારો થયો જેના કારણે અંતિમ સેશનમાં ભારતીય શેરબજાર ગગડીને બંધ થયું.બીએસઈ પર સેન્સેક્સ ૯૭ અંક અથવા ૦.૨૯ ટકા ઘટીને ૩૩,૫૦૭ નજીક જ્યારે નિફ્ટી ૫૦ આંક ૩૨ અંક અથવા ૦.૩૩ ટકા ઘટીને ૯,૮૮૧ પર સેટલ થયા છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ઈન્ડેક્સ ૯૪ અંક ઘટીને ૨૦,૨૦૧ નજીક બંધ આવ્યો છે. બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૩૨ ટકા અને ૦.૭૧ ટકા વધીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો બુધવારે બીએસઈ પર ઓઇલએન્ડગેસ, ટેક અને રિયાલિટી સેક્ટર્સમાં તેજી જ્યારે અન્ય સેકટર્સમાં મંદ વલણ રÌšં.